નાથુરામ ગોડસે તો દેશભક્ત: લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું

28 November, 2019 12:07 PM IST  |  Mumbai

નાથુરામ ગોડસે તો દેશભક્ત: લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

બીજેપી તરફથી ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે લોકસભામાં ચર્ચા દરમ્યાન મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. આ નિવેદન પર વિપક્ષે આપત્તિ નોંધાવી હતી. હકીકતમાં ડીએમકેના એ. રાજાએ સદનમાં ગોડસેનું એક નિવેદન સંભળાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોડસેએ મહાત્મા ગાંધીને શા માટે માર્યા હતા.
તેના પર પ્રજ્ઞા ઠાકુરે તેમને અટકાવીને કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો. તેના પર રાજાએ કહ્યું, ગોડસેએ પોતે સ્વીકાર કર્યો હતો કે તેઓ ૩૨ વર્ષથી ગાંધીજી સાથે સહમત ન હતા. ત્યારબાદ તેમની હત્યાનું ષડ્‍યંત્ર રચ્યું હતું. લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યા હતા.

sadhvi pragya singh thakur Loksabha 2019 nathuram godse