S જયશંકરે UN તરફથી કેનેડાની આપી સલાહ, રાજનૈતિક સગવડે આતંકવાદ પર કાર્યવાહી...

26 September, 2023 08:11 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

S. Jaishankar Addressed United Nations: વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે, વિશ્વ આજે ખૂબ જ ઉથલ-પાથલવાળી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એવા સમયમાં ભારતે G20ના અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી.

એસ જયશંકરની ફાઈલ તસવીર

S. Jaishankar Addressed United Nations: વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે, વિશ્વ આજે ખૂબ જ ઉથલ-પાથલવાળી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એવા સમયમાં ભારતે G20ના અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી છે. આ સમય આપણી ઉપલબ્ધિઓ અને પડકારોનું નિરીક્ષણ કરવાનો છે. પણ કેટલાક દેશ પોતાના હિસાબે અજેન્ડા નક્કી કરવામાં લાગેલા છે.

જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે ભારત તરફથી નમસ્તે. વિશ્વાસને જાળવી રાખવા અને વૈશ્વિક એકતા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ થીમને અમારું સંપૂર્ણ સમર્થન છે. આ અવસર આપણી આકાંક્ષાઓ અને લક્ષ્ય વિશે જણાવતા આપણી ઉપલબ્ધિઓ અને પડકારોનું નિરીક્ષણ કરવાનો છે.

જયશંકરે ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન કરતા કહ્યું કે રાજનૈતિક સગવડો પ્રમાણે આતંકવાદ, ચરમપંથ અને હિંસા પર એક્શન ન લેવી જોઈએ. પોતાની સગવડ પ્રમાણે ક્ષેત્રીય અખંડતાનું સન્માન અને આંતરિક મામલે હસ્તક્ષેપ ન થઈ શકે. હજી પણ કેટલાક દેશ એવા છે, જે એક ચોક્કસ અજેન્ડા પર કામ કરે છે પણ આવું હંમેશાં ન ચાલી શકે અને આ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. જ્યારે વાસ્તવિકતા, નિવેદનોથી વિપરિત હોય ત્યારે આપણી અંદર આના વિરોધમાં અવાજ ઉઠાવવાનો સાહસ હોવો જોઈએ.

તેમણે કહ્યું કે ભારત વિભિન્ન ભાગીદારો સાથે સહયોગને પ્રોત્સાહન આપવા માગે છે. હવે આપણે આ જૂથનિરપેક્ષતાના યુગથી વિશ્વમિત્ર તરીકે વિકસિત થઈ ગયા છીએ. આ ક્વૉડથી વિકાસ અને બ્રિક્સ સમૂહના વિસ્તારથી છલકાય છે. અમે પરંપરાઓ અને ટેક્નિક બન્નેને આત્મવિશ્વાસ સહિક એકસાથે રજૂ કરીએ છીએ. આ તાલમેલ આજે ભારતને પરિભાષિત કરે છે. આ ભારત છે.

વૈશ્વિક ધ્રુવીકરણ વચ્ચે કૂટનીતિ અને સંવાદ જ ઉકેલ
જયશંકરે કહ્યું કે G20 સમિટે સાબિત કર્યું છે કે વિશ્વમાં ધ્રુવીકરણ વચ્ચે રાજદ્વારી અને સંવાદ જ એકમાત્ર અસરકારક ઉકેલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં, અંતરો ઘટાડવાની, અવરોધો દૂર કરવાની અને સહકારના બીજ વાવવાની જરૂર છે.

વિશ્વએ ભારતની ક્ષમતા ઓળખી
S. Jaishankar Addressed United Nations જયશંકરે કહ્યું કે ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. અમે માનીએ છીએ કે અમારી પ્રતિભાને વિશ્વ દ્વારા માન્યતા મળી છે. આપણું ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે જ્યારે આપણો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમે મદદ માટે સૌથી પહેલા આગળ આવ્યા હતા. વિશ્વએ પણ અમારા યોગદાનની પ્રશંસા કરી છે.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમે હંમેશાંથી કાયદા આધારિત વ્યવસ્થામાં વિશ્વાસ રાખ્યો છે. પણ હજીયે કેટલાક દેશ એવા છે, જે એક ચોક્કસ અજેન્ડ પર કામ કરે છે પણ આવું હંમેશાં ન ચાલી શકે અને આ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. એક નિષ્પક્ષ, સમાન અને લોકતાંત્રિક વ્યવસ્થાનું  બધાએ પાલન કરવું જોઈએ.

united nations national news international news world news new york