હિમાચલ: CMના સમોસા કોણે ખાધા? 5 પોલીસ અધિકારીઓને મળી નોટિસ, જાણો શું છે મામલો

08 November, 2024 02:51 PM IST  |  Shimla | Gujarati Mid-day Online Correspondent

Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM: મુખ્ય પ્રધાન માટે લાવવામાં આવેલા કેક અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચવામાં આવ્યા હતા જેની સીઆઈડીએ તપાસ કરી હતી.

તસવીર: સોશિયલ મીડિયા

ભારતમાં સમોસાનો ક્રેઝ અલગ સ્તરે છે. હૉટલથી લઈને રસ્તાના કિનારે લોકો સમોસા ખાતા જોવા મળશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સમોસા સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી શકે છે? આવું માત્ર ફિલ્મમાં જ કે કોઈ મજાકની વાતમાં જ થાય એવું તમને લાગતું હશે, પણ તેવું નથી આવી એક ઘટના હિમાચલ પ્રદેશમાંથી (Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM) સામે આવી છે જેમાં સમોસાંને લીધે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તો ચાલો જાણીએ શું છે આખી ઘટના.

કૉંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં કંઈક એવું બન્યું છે જે કોઈ કૉમેડી ફિલ્મની સ્ટોરી જેવું લાગે. છેલ્લા અનેક દિવસોથી હિમાચલ પ્રદેશના રાજકારણમાં સમોસા ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને (Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM) કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી છે અને રાજ્ય CID તેની તપાસ કરી રહી છે.

આ ઘટનામાં થયું એમ કે 21 ઑક્ટોબરના રોજ મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ (Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM) સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં મુખ્ય પ્રધાન માટે લાવવામાં આવેલા કેક અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચવામાં આવ્યા હતા જેની સીઆઈડીએ તપાસ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ બૉક્સ ખાસ કરીને સીએમ સુખુ માટે જ છે.

સીઆઈડીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે આ બૉક્સ મહિલા નિરીક્ષકને સોંપવામાં આવ્યા હતા, ત્યારે તેણે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે પુષ્ટિ કરી ન હતી અને તેમને નાસ્તા માટે જવાબદાર મિકેનિકલ (Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM) ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં મોકલ્યા હતા. આ ભૂલને કારણે, આ બૉક્સ તેમના યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે પહેલાં જ ખોવાઈ ગયા હતા.

તપાસ અહેવાલમાં જણાવાયું છે કે ઉપરોક્ત ત્રણ બૉક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓ આઈજીની ઑફિસમાં (Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM) બેઠેલા 10થી 12 લોકોને ચા સાથે પીરસવામાં આવી હતી. કહેવાતા ત્રણ બૉક્સ જે હૉટલમાંથી લાવવામાં આવ્યા હતા, તેમાં રહેલ ખાદ્યપદાર્થો મુખ્ય પ્રધાન માટે હતા, માત્ર એસઆઈને જ આ વાતની જાણ હતી. તેમ છતાં ઉપરોક્ત ત્રણેય બૉક્સ કોઈ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર નિરીક્ષક દ્વારા એમટી વિભાગને સોંપવામાં આવ્યા હતા. બૉક્સ ખોલવામાં આવ્યા અને તેમાં રહેલી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. જેને પગલે હવે ગાયબ થયેલા બૉક્સને લઈને પોલીસ અધિકારીઓને નોટિસ મોકલવામાં આવી છે.

આ ઘટનાને લઈને ભાજપના (Row over Staff ate Samosa and Cake meant for Himachal Pradesh CM) મુખ્ય પ્રવક્તા રણધીર શર્માએ કહ્યું કે, "રાજ્ય સરકારને રાજ્યના વિકાસની ચિંતા નથી અને તેની એકમાત્ર ચિંતા `મુખ્યમંત્રીના સમોસા` છે." તેમણે કહ્યું કે સુખુ માટે લાવવામાં આવેલા સમોસા સાથે જોડાયેલી ઘટનાએ વિવાદને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે તપાસમાં ભૂલને "સરકાર વિરોધી" કૃત્ય તરીકે વર્ણવવામાં આવી છે, જે એક મોટો શબ્દ છે. જોકે કૉંગ્રેસ દ્વારા દરેક આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે.

himachal pradesh congress indian food political news bharatiya janata party shimla