30 May, 2023 10:57 AM IST | Jammu | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-શ્રીનગર (Jammu Kashmir)નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે એક મોટો રોડ અકસ્માત (Jammu Kashmir Accident)થયો હતો. અહીં એક બસ પૂલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 59 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર જમ્મુની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાલી રહી છે. માહિતી અનુસાર, છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે જીએમસી જમ્મુમાં સારવાર દરમિયાન માત્ર ચારના મોત થયા હતા. મૃતકોમાં બસ ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી વૈષ્ણોદેવી (કાત્રાદ) જઈ રહી હતી. બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા. તમામ બિહારની રાજધાની પટનાના રહેવાસી હોવાનું કહેવાય છે. બસ નેશનલ હાઈવે-44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને બ્રિજ પરથી નીચે પડી.આ અકસ્માત જમ્મુ જિલ્લાથી લગભગ 15 કિમી દૂર ઝજ્જર કોટલી પાસે થયો હતો.
આ પણ વાંચો: IPL 2023 Final: હરખમાંને હરખમાં ધોનીએ જાડેજાને એવો તેડ્યો કે... જુઓ વીડિયો
CRPF ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે દુર્ઘટનાની જાણકારી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. CRPF, પોલીસ અને અન્ય ટીમો પણ અહીં છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા. તેઓ કદાચ કટરા જવાનો રસ્તો ભૂલી અહીં પહોંચ્યા હતા.