રાજસ્થાનમાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટને થપ્પડ મારવાના કેસમાં અપક્ષ ઉમેદવારની ધરપકડ બાદ તોફાન, આગચંપી

15 November, 2024 10:22 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

તોફાનીઓને વિખેરવા માટે પોલીસે ટિયર ગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અત્યાર સુધી ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આગચંપીની તસવીરો

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બુધવારે પેટાચૂંટણીના મતદાન વખતે દેવલી-ઉનિયારા વિધાનસભા ક્ષેત્રના સમરાવતા ગામમાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટને થપ્પડ મારવાના કેસમાં ગઈ કાલે પોલીસે અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરતાં રોષે ભરાયેલા તેમના સમર્થકોએ આ વિસ્તારમાં રસ્તા પર ટાયરમાં આગ ચાંપીને ચક્કાજામ કર્યો હતો. પોલીસો પર ફેંકવામાં આવેલા પથ્થરથી આશરે ૧૦ પોલીસ, બે પત્રકાર સહિત ૫૦ લોકો ઘાયલ થયા હતા. તોફાનીઓને વિખેરવા માટે પોલીસે ટિયર ગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અત્યાર સુધી ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

national news india rajasthan Crime News political news fire incident