દુનિયાના અમીરોના લિસ્ટમાં મુકેશ અંબાણી એક સ્થાન આગળ વધ્યા

10 November, 2022 11:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણી હવે આઠમા સ્થાનથી આગળ વધીને સાતમા સ્થાને પહોંચી ગયા છે

ફાઇલ તસવીર

દુનિયાના સૌથી વધુ અમીરોના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી હવે આઠમા સ્થાનથી આગળ વધીને સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમણે લૅરી એલિસનને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. બીજી તરફ ઇલૉન મસ્કની સંપત્તિમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી હવે બીજું સ્થાન મેળવવા ઝડપથી આગળ વધી રહ્યા છે. આ લિસ્ટ અનુસાર અદાણી હવે બીજા નંબરે રહેલા બર્નાર્ડ આર્નોલ્ટથી માત્ર નવ અબજ ડૉલર દૂર છે. દુનિયાના સૌથી વધુ અમીર ઇલૉન મસ્કની સંપત્તિમાં સોમ અને મંગળવાર એમ બે દિવસમાં લગભગ દસ અબજ ડૉલરનો ઘટાડો થયો છે.

દુનિયાના ટૉપ ટેન અમીરો

ઇલૉન મસ્ક    ૧૭૯ અબજ ડૉલર  (૧૪,૫૫૪.૭૯ અબજ રૂપિયા)
બર્નાર્ડ આર્નોલ્ટ    ૧૪૫ અબજ ડૉલર  (૧૧,૭૯૦.૧૯ અબજ રૂપિયા)
ગૌતમ અદાણી    ૧૩૬ અબજ ડૉલર  (૧૧,૦૫૮.૩૮ અબજ રૂપિયા)
જેફ બેઝોસ    ૧૧૩ અબજ ડૉલર (૯૧૮૮.૨૨ અબજ રૂપિયા)
બિલ ગેટ્સ    ૧૦૯ અબજ ડૉલર (૮૮૬૨.૯૭ અબજ રૂપિયા)
વૉરેન બફેટ    ૧૦૨ અબજ ડૉલર (૮૨૯૩.૭૯ અબજ રૂપિયા)
મુકેશ અંબાણી    ૯૦ અબજ ડૉલર (૭૩૧૮.૦૫ અબજ રૂપિયા)
લૅરી એલિસન    ૯૦ અબજ ડૉલર (૭૩૧૮.૦૫ અબજ રૂપિયા)
લૅરી પેજ    ૮૩.૩ અબજ ડૉલર (૬૭૭૩.૨૬ અબજ રૂપિયા) 
સ્ટીવ બૉલમેર    ૮૨.૧ અબજ ડૉલર (૬૬૭૯.૮૧ અબજ રૂપિયા)

national news mukesh ambani