એપ્રિલ મહિનામાં રીટેલ ફુગાવો ઘટીને ૪.૮૩ ટકા થયો : મોંઘવારી ૧૧ મહિનામાં સૌથી ઓછી નોંધાઈ

14 May, 2024 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલ મહિનામાં મસાલા, અનાજના ભાવ ઘટ્યા હતા; જ્યારે ફળો, શાકભાજી તથા કઠોળના ભાવમાં વધારો થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

સરકારે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ રીટેલ ફુગાવાનો દર ૪.૮૩ ટકા સાથે ૧૧ મહિનામાં સૌથી ઓછો નોંધાયો હતો. નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા  કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર ફુગાવો એટલે કે મોંઘવારીનો દર માર્ચમાં ૪.૮૫ ટકા હતો, જ્યારે એપ્રિલ ૨૦૨૩માં ૪.૭ ટકા નોંધાયો હતો. આંકડા અનુસાર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થતાં મોંઘવારીનો દર નીચો આવ્યો છે. એપ્રિલ મહિનામાં મસાલા, અનાજના ભાવ ઘટ્યા હતા; જ્યારે ફળો, શાકભાજી તથા કઠોળના ભાવમાં વધારો થયો હતો.

national news inflation food and drug administration indian economy