ગાયક દલેર મહેંદીને રાહત: હાઈકોર્ટે આ કેસમાં આપ્યા જામીન

15 September, 2022 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે માનવ તસ્કરી કેસમાં પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદીને આપવામાં આવેલી સજા સામેની અપીલ પર પંજાબ સરકારને નોટિસ જારી કરીને તેનો જવાબ માગ્યો હતો

ફાઇલ તસવીર

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે માનવ તસ્કરી કેસમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદીને પટિયાલા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને સ્થગિત કરી દીધી છે. સજા સામેની અપીલ હાઈકોર્ટ દ્વારા સુનાવણી માટે દાખલ કરવામાં આવી છે.

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે માનવ તસ્કરી કેસમાં પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદીને આપવામાં આવેલી સજા સામેની અપીલ પર પંજાબ સરકારને નોટિસ જારી કરીને તેનો જવાબ માગ્યો હતો. 16 માર્ચ, 2018ના રોજ પટિયાલાની ટ્રાયલ કોર્ટે તેને માનવ તસ્કરીના 19 વર્ષ જૂના કેસમાં દોષી ઠેરવ્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી. આ નિર્ણય સામે દલેર મહેંદીએ એડિશનલ સેશન્સ જજ, પટિયાલા સમક્ષ અપીલ દાખલ કરીને તેને પડકારી હતી.

ચાર વર્ષ સુધી અપીલની સુનાવણી કર્યા બાદ કોર્ટે 14 જુલાઈ 2022ના રોજ દલેર મહેંદીની અપીલને ફગાવીને સજાને યથાવત રાખી હતી. અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ દલેર મહેંદીએ હાઈકોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરીને તેને પડકારી હતી. અરજીમાં મહેંદીએ હાઈકોર્ટને અપીલ કરી છે કે જ્યાં સુધી તેની સજા સામેની અપીલ પેન્ડિંગ ન હોય ત્યાં સુધી તેની સજા પર રોક લગાવવામાં આવે. દલેર મહેંદીની અપીલ અને સજા સ્થગિત કરવાની માગણી પર હાઈકોર્ટે પંજાબ સરકારને નોટિસ પાઠવી જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

national news daler mehndi