02 February, 2022 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઍર ઇન્ડિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)
તાતા ગ્રુપ (Tata Group)નો ભાગ બન્યા બાદ એરઇન્ડિયાના પ્રવાસીઓને અનેક ફેરફાર મળવા લાગ્યા છે. એવો જ એક ફેરફાર થયો છે હવે રતન તાતા (Ratan Tata)પોતે ઍરઇન્ડિયાના પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે. તાજેતરમાં જ પ્રાઇવેટ થયેલા ઍરઇન્ડિયાએ રતન તાતાના મેસેજની એક વીડિયો ક્લિપ શૅર કરી છે.
ઍરઇન્ડિયાએ ટ્વીટ કર્યો મેસેજ
ઍરઇન્ડિયાએ બુધવારે ટ્વિટર પર રતન તાતાના મેસેજવાળી ક્લિપ શૅર કરી છે. 18 સેકેન્ડની આ ક્લિપમાં રતન તાતાનો અવાજ સંભળાઇ રહ્યો છે. તાતા સન્સના Chaitman Emeritus મેસેજમાં પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા છે. તે લોકો વિશ્વાસ આપતા કહી રહ્યા છે કે ઍરઇન્ડિયાને મળીને સૌથી ગમતી ઍરલાઇન બનાવવામાં આવશે. ક્લિપમાં રતન તાતાના અવાજમાં કહેવામાં આવી રહ્યું છે કે, તાતા ગ્રુપ ઍરઇન્ડિયાના નવા કસ્ટમર્સનું સ્વાગત કરે છે. અમે ઍરઇન્ડિયાને પ્રવાસીઓને કમ્ફર્ટ અને સર્વિસની રીતે જોતા ગમતી ઍરલાઇન બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છે.
ગયા અઠવાડિયે હેન્ડઓવર થઈ ઍરઇન્ડિયા
ગયા અઠવાડિયે ગુરુવારે સરકારે તાતા સમૂહને ઍરઇન્ડિયા હેન્ડઓવર કરી. આ રીતે ઍરઇન્ડિયા 69 વર્ષ પછી ફરી પોતાના જૂના માલિક પાસે આવી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલી નીલામીમાં તાતા સમૂહે 18 હજાર કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાડીને ઍરઇન્ડિયા પોતાને નામે કરી. હેન્ડઓવરની પ્રક્રિયા પહેલા ઔપચારિકતાઓ પૂરી કરવામાં થોડોક સમય લાગ્યો.
પહેલા દિવસથી થવા લાગ્યા ફેરફાર
ઍરઇન્ડિયાના હેન્ડઓવરના પહેલા દિવસથી જ સર્વિસેસમાં ફેરફાર થવા લાગ્યા. તાતા સમૂહે વારંવાર કહ્યું છે કે તેમનું સૌથી પહેલું ધ્યાન ઍરઇન્ડિયાના ઑન ટાઇમ પર્ફોર્મન્સને બહેતર બનાવવા પર હશે. આ સિવાય ગ્રુપ પ્રવાસીઓને મળનારી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા પર રહેશે. તાતા સમૂહે પહેલા દિવસે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે ચાર ફ્લાઇટ પર Enhanced Meal Service રજૂ કરવાની સાથે આની શરૂઆત થઈ. કંપની ધીમે-ધીમે બધી ફ્લાઇટમાં આ સર્વિસ શરૂ કરવાની છે.