Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં PM મોદી સહિત આ લોકો રહેશે હાજર

02 January, 2024 02:36 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

Ram Mandir Pran Pratishtha: રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદી સહિત ગર્ભગૃહમાં લગભગ 10-11 લોકો હાજર રહેશે. આ દરમિયાન પીએમ મોદી રામલલાનું ષોડશોપચાર પૂજન કરશે, જે લગભગ 20 મિનિટ ચાલશે.

રામ મંદિરની ફાઈલ તસવીર

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં 22 જાન્યુઆરીના પ્રભુ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદી સહિત ગર્ભગૃહમાં લગભગ 10-11 લોકો હાજર રહેશે. આ દરમિયાન પીએમ મોદી રામલલાનું ષોડશોપચાર પૂજન કરશે, જે લગભગ 20 મિનિટ ચાલશે. ષોડશોપચાર પૂજન અને મહાપૂજન મળીને ગર્ભગૃહમાં કુલ પૂજાનો સમય લગભગ 40 મિનિટનો રહેશે.

Ram Mandir Pran Pratishtha: રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠામાં આચાર્યત્વની ભૂમિકા ભજવનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના દીકરા પંડિત સુનીલ દીક્ષિત જે પોતે પણ પૂજનમાં સામેલ હશે તેમણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કર્મકાંડ દરમિયાન ગર્ભગૃહમાં 10 લોકો હાજર રહેશે. જેમાં મુખ્ય સહયોગી તરીકે 1-2 જણ રહેશે.

આ સિવાય તેમના પિતા પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત જે આચાર્યત્વ કરશે તે રહેશે અને સૂક્ષ્મ મુહૂર્ત કાઢનારા પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિણ રહેશે. સાથે જ રામ મંદિર ટ્રસ્ટના બધા ટ્રસ્ટી અને તેમના દ્વારા ચોક્કસ લોકો અને પીએમ મોદી હાજર રહેશે. (Ram Mandir Pran Pratishtha)

પૂજનમાં પીએમ મોદીની હશે મુખ્ય ભૂમિકા
Ram Mandir Pran Pratishtha: સુનીલ દીક્ષિતે આગળ જણાવ્યું કે લગભગ 10-11 લોકો ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજનમાં હાજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા હશે જે ઉત્સર્ગ સંકલ્પ લઈને દેશને સમર્પિત કરશે અને પછી ભગવાન રામનું ષોડશોપચાર પૂજન કરશે. આ સિવાય અન્ય લોકો સહયોગ કરશે અથવા દર્શન માટે હાજર રહેશે.

આ રીતે થશે પૂજા
પૂજન પ્રક્રિયામાં સૌથી પહેલા ભગવાનનું ધ્યાન ધરવામાં આવશે, પછી તેમને આસન માટે પુષ્પ આપવામાં આવશે. ત્યાર બાદ રામલલાના ચરણ ધોઈ તેમને અર્ધ્ય અપાશે. મુખમાં આચમન માટે જળ આપવામાં આવશે. પછી મધુપર્ક આપીને તેમને સ્નાન કરાવવામાં આવશે. (Ram Mandir Pran Pratishtha)

20 મિનિટ સુધી ષોડશોપચાર પૂજા યોજાવાની છે, જે પીએમ મોદી કરશે. બાકીની પૂજા તો થઈ જ ગઈ હશે. ગર્ભગૃહમાં પૂજાના સમય વિશે વાત કરતાં સુનીલ દીક્ષિતે કહ્યું કે જો પ્રાણ પ્રતિષ્ઠા અને મહાપૂજાને જોડી દેવામાં આવે તો બંને 40 મિનિટમાં પૂર્ણ થઈ જશે.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 16 જાન્યુઆરીથી થશે શરૂ
તમને જણાવી દઈએ કે 7 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 16 જાન્યુઆરીથી શરૂ થશે. 16મી જાન્યુઆરીએ વિષ્ણુ પૂજા અને ગાયનું દાન થશે. આ પછી, 17 જાન્યુઆરીએ, રામલલાની મૂર્તિને શહેરના પ્રવાસ માટે લઈ જવામાં આવશે અને રામ મંદિર લઈ જવામાં આવશે. 18મી જાન્યુઆરીએ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે. આ સાથે વરુણ દેવ પૂજા અને વાસ્તુ પૂજા પણ થશે. (Ram Mandir Pran Pratishtha)

19 જાન્યુઆરીએ હવન અગ્નિ પ્રગટાવી હવન કરવામાં આવશે. 20મી જાન્યુઆરીએ વાસ્તુ પૂજા થશે. 21 જાન્યુઆરીએ રામ લાલાની મૂર્તિને પવિત્ર નદીઓના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. જ્યારે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

22મી જાન્યુઆરીએ આ ખાસ સમયે થશે પ્રાણ પ્રતિષ્ઠા
22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો અતિ સૂક્ષ્મ મુહૂર્ત હશે, જેમાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે. કાશીના જ્યોતિષ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ શુભ સમય પસંદ કર્યો છે. આ શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હશે જે 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડનું હશે. (Ram Mandir Pran Pratishtha)

ram mandir narendra modi ayodhya yogi adityanath uttar pradesh national news