03 December, 2024 11:41 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિર
અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થયા એને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું કે રામ મંદિરના શિખરનિર્માણનું કાર્ય હવે પૂર્ણ થવાના આરે છે, એની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિર પરિસરમાં નિર્માણાધીન શિવ મંદિર, સૂર્ય મંદિર, દુર્ગા માતા મંદિર, ગણેશ મંદિર, અન્નપૂર્ણા મંદિર અને હનુમાન મંદિરમાંથી કેટલાંક મંદિરનાં સ્પષ્ટ સ્વરૂપ ઊભરી આવ્યાં છે અને બાકીનાં મંદિરોનું નિર્માણકાર્ય ઝડપથી થઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા થોડાંક નિર્માણાધીન મંદિરોની તસવીરો પણ ગઈ કાલે શૅર કરવામાં આવી હતી.
મંદિર પરિસરમાં બની રહેલાં અન્ય મંદિરો