Ram Aayenge Song: ટ્રેન્ડ થઇ રહેલું `રામ આયેંગે` ભજન કોની રચના છે? જાણો પુરી વાત

22 January, 2024 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ram Aayenge Song: ગાયિકા સ્વાતિ મિશ્રાનું ભજન `રામ આયેંગે તો..’ હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યું છે. તેને યુટ્યુબ પર અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે

ભગવાન રામની ફાઇલ તસવીર

આજે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જે ખૂબ જ વાયરલ થયું છે તેવા ગીત વિષે વાત કરવી છે. હા, સ્વાતિ મિશ્રાનું ભજન `રામ આયેંગે તો..’ (Ram Aayenge Song) હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યું છે. તેને યુટ્યુબ પર અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે અને તેના વ્યુઝતો સતત વધી રહ્યા છે. 

એટલું જ નહીં તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ભજન (Ram Aayenge Song)ના ખૂબ જ વખાણ કર્યા છે અને ટ્વિટ પણ કર્યું છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીતના મૂળ સર્જક કોણ છે અને આ ગીતના અસલી બોલ શું છે?

આ ગીતની ગાયિકા સ્વાતિ મિશ્રાએ પોતાની યુટ્યુબ ચેનલ પર ભજન વિશે વિગતવાર માહિતી શૅર કરી હતી. અને તેણે જ આ ગીતના મૂળ સર્જક વિષેની માહિતી લોકો સુધી પહોંચાડી હતી. તમને જણાવી દઈએ કે આ વાયરલ ગીતના વાસ્તવિક સર્જક સ્વર્ગસ્થ શ્યામ સુંદર શર્મા (પાલમવાલે) છે અને તેમના શબ્દો પ્રેમ ભૂષણ મહારાજે સંગીતમાં મૂક્યા છે.

ગાયિકા સ્વાતિ મિશ્રાએ યુટ્યુબ પર ‘રામ આયેંગે’ ભજન (Ram Aayenge Song)ની પંક્તિઓનો તમામ શ્રેય સ્વર્ગીય શ્યામ સુંદર શર્માને આપ્યો હતો. આ પાછળનું કારણ એ જ કે કે આ લોકપ્રિય ભજન સ્વર્ગીય શ્યામ સુંદર શર્મા દ્વારા સર્જન કરવામાં આવ્યું હતું.  ભલે તેઓ પ્રોફેશનલ ભજન ગાયક નહોતા છતાં પણ તેઓએ પોતાના નોકરીના સમય દરમિયાન લગભગ 80-90ના દાયકામાં આ ભજનની નિર્મિતિ કરી હતી. અને આજે આ ભજન લોકપ્રિય થઈ રહ્યું છે.

મૂળ સંગીતકાર શ્યામ સુંદર શર્મા શ્યામ ખાતુજી મહારાજના પ્રખર ભક્ત હતા એવું પણ કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતે સરકારી કર્મચારી હતા. હરિયાણાના ભિવાનીમાં તેઓનો જન્મ થયો હતો. એવું કહી શકાય કે તેમના દાદાએ શ્યામ બહાદુર જી અને આલુ સિંહ જી મહારાજ જેવા અન્ય ભક્તો સાથે મળીને શ્યામ ખાટુ જી મહારાજનો ખૂબ સત્સંગ પ્રચાર કર્યો હતો.

તેમના દાદા વૈદ્ય માતૃદત્ત જી તો પોતે ચિકિત્સક હોવા ઉપરાંત તેઓએ શ્રી શ્યામ પ્રભુ ખાતુ વાલેના સ્તોત્રની પણ રચના કરી હતી. શ્યામ સુંદર શર્માએ પણ આવા અનેક ભજન (Ram Aayenge Song)ની રચના કરી હતી. તેમનો પરિવાર માને છે કે શ્યામ ખાટુ જી મહારાજ તેમના પારિવારિક દેવતા હતા.

શ્યામ સુંદર શર્માજીનું ક્યારે નિધન થયું હતું?

આવા સુંદર ભજન (Ram Aayenge Song)ના રચયિતા શ્યામ સુંદર શર્માજીનું નિધન 23 ઓક્ટોબર 2013ના રોજ થયું હતું. 24 જૂન, 2014 ના રોજ તેમના મૃત્યુ બાદ આ ભજન તેમના ફેસબુક એકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યું હતું.

ayodhya ram mandir indian music indian classical music youtube national news india