Raksha Bandhan 2024: સુધા મૂર્તિએ સંભળાવી રક્ષાબંધનની વાર્તા, નિટિઝન્સે કર્યાં ટ્રોલ

19 August, 2024 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકોએ સુધા મૂર્તિ (Raksha Bandhan 2024)ને તેમની આ વાર્તા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટની નીચે કૉમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “તમારે દરરોજ 20 કલાક ઈતિહાસ વાંચવો જોઈએ અને પછી જ કંઈક બોલવું જોઈએ."

સુધા મૂર્તિની ફાઇલ તસવીર

રાજ્યસભા સાંસદ અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિ તેમના આ એક વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ વીડિયોમાં તેણે રક્ષાબંધન (Raksha Bandhan 2024)ની શરૂઆતનો શ્રેય મુઘલ સમ્રાટ હુમાયુ અને ચિત્તોડની રાણી કર્ણાવતી સાથે સંબંધિત એક દંતકથાને આપ્યો છે. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા સતત ચાલુ છે.

સુધા મૂર્તિ (Raksha Bandhan 2024)એ તેમના વીડિયોમાં વાર્તા સંભળાવતા કહ્યું કે, રક્ષા બંધન કે રાખી, મારા મતે, એક મહત્વપૂર્ણ તહેવાર છે, જ્યાં એક બહેન દોરો બાંધે છે. તે દર્શાવે છે કે મારી મુશ્કેલીના કિસ્સામાં, તમારે હંમેશા મારી મદદ માટે હાજર રહેવું જોઈએ ભાઈઓ અને બહેનો જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર એ સમયનો છે જ્યારે 16મી સદીમાં ચિત્તોડની રાણી કર્ણાવતી જોખમમાં હતી.” આ પછી તેમણે સતીશ ચંદ્ર દ્વારા લખાયેલી રાણી કર્ણાવતી અને રાજા હુમાયુની આખી વાર્તા સંભળાવી હતી. આ પછી તેમણે કહ્યું કે, આ પ્રથા ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. રાખડી બાંધવા માટે બહેન ગમે તેટલી અંતરની મુસાફરી કરશે અને ભાઈ જે કંઈ આપશે તે તેમના હાથમાં રાખવામાં આવશે.

લોકોએ સુધા મૂર્તિ (Raksha Bandhan 2024)ને તેમની આ વાર્તા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટની નીચે કૉમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “તમારે દરરોજ 20 કલાક ઈતિહાસ વાંચવો જોઈએ અને પછી જ કંઈક બોલવું જોઈએ.” અન્ય એક યુઝરે કૉમેન્ટ કરી કે, “તમારે જૂઠાણાનો પ્રચાર ન કરવો જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “મને લાગ્યું કે તમને ઈતિહાસ વાંચવાનું પસંદ છે પણ તમે ફિક્શન વાંચો છો.” અન્ય એક યુઝરે રક્ષાબંધન પર દ્રૌપદી અને કૃષ્ણની વાર્તા સંભળાવતા કહ્યું કે, “ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ચાલી રહ્યો છે, તમારે આ ખોટી વાતો ન ફેલાવવી જોઈએ.”

વાસ્તવમાં ઈતિહાસકાર સતીશ ચંદ્રે તેમના પુસ્તકોમાં આ વાર્તાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અન્ય કોઈ સમકાલીન પુસ્તકમાં કે અન્ય કોઈ જગ્યાએ આ ઘટનાનો ઉલ્લેખ નથી, તેથી ઘણા લોકો આ ઘટનાને માત્ર દંતકથા માને છે.

ઉલ્લેખનીય છે કે, સુધા મૂર્તિ અગાઉ મહિલા અને પુરુષની સમાનતાની વાત કરી હતી. રાજ્યસભાનાં સંસદસભ્ય સુધા મૂર્તિ સમાજમાં લિંગસમાનતાને લઈને ઘણી વાર પોતાનો મત રજૂ કરે છે. સુધા મૂર્તિએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વીડિયો શૅર કરીને તેમના મતે જેન્ડર ઇક્વલિટી શું છે એના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘મારા મતે સ્ત્રી અને પુરુષ સમાન છે, પરંતુ જુદી-જુદી રીતે. તેઓ સાઇકલનાં બે પૈડાંની જેમ એકબીજાનાં પૂરક હોય છે. આગળ વધવા માટે બન્ને પૈડાંની જરૂર પડે છે. તમે એવું ન કહી શકો કે મને બીજા પૈડાની જરૂર નથી.’

ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ભૂતપૂર્વ ચૅરપર્સન સુધા મૂર્તિએ કહ્યું કે ‘પહેલાં તો સમાનતા શું છે એ વ્યાખ્યાયિત કરવું જોઈએ. તમે જાણો છો કે બન્નેની જાતિ અલગ છે. મહિલાઓમાં ભાષાકીય ક્ષમતા, મૅનેજમેન્ટ સ્કિલ તેમ જ કરુણા અને ઉછેરની આવડત જન્મજાત હોય છે. તમે કોઈ પણ સંબંધ જોશો તો એ હંમેશાં પ્રેમ અને લાગણી આપનાર વ્યક્તિ છે.’ તેમણે ઉમેર્યું કે ‘પુરુષો અલગ હોય છે. તેમનો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ સારો હશે, પણ ઇમોશનલ ક્વોશન્ટ મહિલાઓ જેટલો સારો તો નહીં જ હોય.’

raksha bandhan sudha murthy narayana murthy social media news india national news