રાજનાથ સિંહે ૧૯૪૭ના યુદ્ધના વીરોને યાદ કર્યા

29 October, 2022 12:07 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ઇન્ફન્ટ્રી ડે નિમિત્તે પાકિસ્તાનના ઘૂસણખોરોને હાંકી કાઢવા બદલ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોની કરી પ્રશંસા

શ્રીનગરમાં શૌર્યદિનની ઉજવણી દરમ્યાન પ્રદર્શન કરતા કલાકારો.

શ્રીનગર  :  સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ૧૯૪૭ના યુદ્ધના વીરોની ભરપૂર પ્રશંસા કરતાં આ યુદ્ધ માટે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. દેશની અખંડિતતા માટે જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવા બદલ તેમણે સ્થાનિક લોકોની પણ ભરપૂર પ્રશંસા કરી હતી. 
ઇન્ફન્ટ્રી ડેની ૭૫મી વર્ષગાંઠ પર શ્રીનગરના જૂના ઍરફીલ્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે નવા બનેલા પાકિસ્તાનનાં લક્ષણો પહેલાંથી જ ઓળખી કઢાયાં હતાં. ૭૫ વર્ષ પહેલાં ભારતીય સેનાની પહેલી સિખ રેજિમેન્ટ ડાકોટા પ્લેનમાં શ્રીનગરમાં જૂના ઍરફીલ્ડમાં પહોંચી હતી, ત્યારે પાકિસ્તાની સેનાથી જમ્મુ-કાશ્મીરને બચાવવા સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 
૧૯૪૭માં ભાગલાનો લોહિયાળ ઇતિહાસ લખાયો હતો, જેની શાહી પણ સુકાઈ નહોતી અને પાકિસ્તાને વિશ્વાસઘાતની નવી કહાણી લખવાની શરૂઆત કરી દીધી હતી. જમ્મુ-કાસ્મીરના એકીકરણની વાત ચાલી રહી હતી, ત્યારે ૨૨ ઑક્ટોબર, ૧૯૪૭ના રોજ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. જોકે આપણા સાહસી સૈનિકો સામે તેઓ ટકી શક્યા નહોતા. 

national news jammu and kashmir rajnath singh