13 August, 2024 06:06 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક મહિલાને મોટરસાઇકલ સાથે બાંધીને કાટમાળ અને પથરાળ જમીનમાં તેના પતિ દ્વારા ખેંચીને લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા (Rajasthan Women Cruelty) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા સાથે થઈ રહેલું ક્રૂરતા ભર્યું વર્તન થઈ રહ્યાના વીડિયોમાં જોઈ શકાય છે એક મહિલાનો પતિ તેને કેવીરીતે બાઇકની પાછળ બાંધીને રસ્તા પર ખેંચીને લઈ જઈ રહ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગયા મહિને શૂટ કરવામાં આવેલા આ 40-સેકન્ડના વીડિયોમા ત્રણ લોકો-જેમાં અન્ય મહિલા અને હુમલાનું રેકોર્ડિંગ કરનાર વ્યક્તિ પણ દેખાઈ રહી છે તેમ છતાં તેમાંથી કોઈ પણ મહિલાને બચાવવા માટે આગળ આવતું જોવા મળ્યું નથી.
આ મહિલા અત્યાચારની ઘટના રાજસ્થાનની (Rajasthan Women Cruelty) છે જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે હુમલો કર્યા પછી આરોપી વ્યક્તિ તેની બાઇક નીચે ઉતરે છે અને ઇજાગ્રસ્ત મહિલાની ઉપર ઊભો રહી જાય છે આ દરમિયાન વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલાને ગંભીર પીડા થઈ રહી છે અને તે આઘાતથી રડતી પણ દેખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આ ક્રૂર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંચૌડી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે કથિત ઘટના લગભગ એક મહિના પહેલા નહરસિંહપુરા ગામમાં બની હતી. 32 વર્ષના આરોપી પ્રેમારામ મેઘવાલે કથિત રીતે તેની પત્નીને બાઇક સાથે બાંધીને તેની પાછળ ખેંચતા પહેલા તેને માર માર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
મહિલા હાલમાં તેના સંબંધીઓ સાથે રહે છે. આ ઘટના બાદ પણ મહિલાએ પોલીસને જાણ કરી ન હતી. જો કે તેના પડોશીઓએ જણાવ્યું હતું કે મેઘવાલ દારૂ પીતો હતો અને તેની પત્નીને રોજે મારતો (Rajasthan Women Cruelty) હતો. આરોપી પતિએ તેની પત્નીને ગામમાં કોઈની સાથે વાત કરવા દીધી ન હતી. કુમારે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ આ માથાભારે પતિએ તેની પત્નીએ જેસલમેરમાં તેની બહેનને મળવા જવાની વાત કરતાં આવું ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું.
વૈકલ્પિક રીતે, આ કેસમાં મહિલાને ખરીદી તેની સાથે લગ્ન કરવાનં કૂપ્રથા (Rajasthan Women Cruelty) સામેલ હોઈ શકે છે - જે ઝુંઝુનુ, નાગૌર અને પાલી જેવા જિલ્લાઓમાં જોવા મળતો ઘૃણાસ્પદ રિવાજ છે. આવા માધ્યમો દ્વારા હસ્તગત કરાયેલી મહિલાઓ ઘણીવાર તેમના `પતિઓ` અને ગામના અન્ય લોકો તરફથી ગંભીર શારીરિક, માનસિક અને જાતીય શોષણ સહન કરે છે. તેઓને વારંવાર ખેતરોમાં જબરદસ્તી મજૂરી, ઘરેલુ ગુલામી અને શોષણને આધિન કરવામાં આવે છે. સ્થાનિક પોલીસે કહ્યું છે કે તેઓ બંને શક્યતાઓની પણ તપાસ કરશે.