11 April, 2023 12:21 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
સચિન પાઇલટ
રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. કૉન્ગ્રેસને એવી આશા છે કે દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ આ વખતે બદલાશે. પરંતુ અશોક ગેહલોટની સરકારના આ તમામ પ્રયાસો પર પક્ષનો આંતરિક વિરોધ ભારે પડી રહ્યો છે. ભૂતપૂર્વ ડેપ્યુટી સીએ સચિન પાઇલટ અને મુખ્ય પ્રધાન વચ્ચેનો ઝઘડો રવિવારે નવા સ્વરૂપે બહાર આવ્યો છે. આજે પાઇલટ ગેહલોટ સરકાર સામે જયપુરમાં ઉપવાસ પર બસેશે. જુલાઈ ૨૦૨૦ બાદ પાઇલટના આ બળવાએ કૉન્ગ્રેસની મુસીબત વધારી છે. પક્ષે તાજેતરમાં જ ઘોષણા કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી તેઓ ગેહલોટના નેતૃત્વમાં જ લડશે, પાઇલટના વિરોધને લીધે ગેહલોટ સરકારની પ્રજામાં છાપ બગડશે.
દરમ્યાન અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિના પ્રદેશ પ્રભારી સુખજિંદર સિંહે પાઇલટના આરોપોને ફગાવતાં કહ્યું હતું કે તેમણે ક્યારેય અમારી સમક્ષ બીજેપી સરકારના કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો નથી.