Rajasthan Lift Collapse: ‘ધડામ..’ દઈને ખાણમાં તૂટી લિફ્ટ, 64 ફૂટ નીચે ઊતરી પડ્યા લોકો

15 May, 2024 09:45 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

Rajasthan Lift Collapse: હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોપરની ખાણમાં મંગળવારે મોડી રાત્રે આ દુર્ઘટના સામે આવી હતી. 14 અધિકારીઓને સફળતાપૂર્વક બચાવી લેવાયા.

ખાણની પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રાજસ્થાનમાંથી એક ચોંકાવનારા અને ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં મંગળવારની મોડી રાતથી એક ખાણમાં કેટલાક અધિકારીઓ ફસાઈ (Rajasthan Lift Collapse) ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર PSU હિન્દુસ્તાન કોપર લિમિટેડના 14 અધિકારીઓ અને તકેદારી ટીમના સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. 

લિફ્ટ તૂટી પડી ને પછી સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક ખાણમાં લિફ્ટ પડી ગઈ (Rajasthan Lift Collapse) હતી. લિફ્ટ પડવાને કારણે તમામ અધિકારીઓ નીચે ફસાઈ ગયા હતા. હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL)ની કોપરની ખાણમાં મંગળવારે મોડી રાત્રે આ દુર્ઘટના સામે આવી હતી. જોકે, આ મુદ્દે બચાવ કામગીરી સતત ચાલી રહી છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ હાજર છે. અને 14 અધિકારીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે કામદારો જમીનના સ્તરથી 64 ફૂટ નીચે દટાઈ ગયા હતા. જોકે તે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેઓને સારવાર માટે જયપુર લાવવામાં આવ્યા છે. લગભગ 15 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર છે. 

પૂરજોશમાં ચાલી રહી છે બચાવ કામગીરી 

આ ઘટના (Rajasthan Lift Collapse)માં લોઈ જ જાનહાનિ ન થાય તે માટેના સઘન પ્રયસદોઈ કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી ચાલુ જ છે અને વહીવટીતંત્ર લિફ્ટને બહાર કાઢવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. જોકે, સદનસીબે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિની પુષ્ટિ થઈ નથી.

રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પણ ઘટના અંગે વ્યક્ત કર્યું દુખ 

આ મામલે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ એક્સ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં જણાવાયું હતું કે ઝુંઝુનુમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોપરની ખાણમાં લિફ્ટનું દોરડું તૂટવાને કારણે થયેલા અકસ્માતની માહિતી પ્રાપ્ત થઈ છે. તે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને ઝડપી લેવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ અને આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલના ડૉક્ટરોએ લોકોના સ્વાસ્થય વિષે અપડેટ આપી 

તમને જણાવી દઈએ કે ઝુનઝુનુ સરકારી હોસ્પિટલના ડૉક્ટરે દાખલ કરવામાં આવેલ અસરગ્રસ્ત લોકો (Rajasthan Lift Collapse)ના સ્વાસ્થ્ય વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, "ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે અને તેમને જયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે."

કોઈ જ જાનહાનિ નથી

રેસ્ક્યુ ટીમ ફસાયેલા અધિકારીઓને રાહત આપવા માટે રોકાયેલ હતા અને લગભગ સાત એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી જેને કારણે જ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ સાથે જ સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ પર છે. હજુ સુધી કોઈ મૃત્યુના અહેવાલ નથી, ચોક્કસપણે દરેક સુરક્ષિત રીતે બહાર આવશે એવું જણાઈ રહ્યું છે.

rajasthan national news india jaipur