30 April, 2024 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરેની તસવીર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગુઢીપાડવાએ કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રમાં મહાયુતિને સમર્થન કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદથી MNSના કાર્યકરોએ મહાયુતિના ઉમેદવારોનો પ્રચાર શરૂ કરી દીધો છે, પણ રાજ ઠાકરેની સભા થશે કે નહીં અને થશે તો ક્યારે થશે એવી અટકળો ચાલી રહી હતી ત્યારે ગઈ કાલે જાણવા મળ્યું હતું કે રાજ ઠાકરેની પહેલી સભા ૪ મેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નારાયણ રાણેના પ્રચાર માટે થશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૭ મેએ કોંકણની આ લોકસભા બેઠકમાં મતદાન થવાનું છે ત્યારે કોંકણમાં વસતા મરાઠીઓને આકર્ષિત કરવા માટે રાજ ઠાકરેની સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. કણકવલીમાં સરકારી હૉસ્પિટલ સામેના મેદાનમાં આ સભા
યોજાશે.