01 February, 2022 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વંદે ભારત (ફાઇલ તસવીર)
Rail Budget 2022: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવે નાના ખેડૂતો અને ઉદ્યમો માટે કુશલ લૉજિસ્ટિક્સ વિકસિત કરશે. જેથી સ્થાનિક ઉત્પાદની સપ્લાય ચેન વધારવા માટે `એક સ્ટેશન, એક ઉત્પાદ` યોજના પણ શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું યુનિયન બજેટ રજૂ કર્યો છે. રેલ બજેટને લઈને નાણાંમંત્રીએ ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે રેલવે નાના ખેડૂતો અને નાના તેમજ મધ્યમ ઉદ્યમો માટે નવા પ્રૉડક્ટ અને કુશળ લૉજિસ્ટિક્સ સર્વિસ વિકસિત કરશે. જેથી સ્થાનિક ઉત્પાદની સપ્લાય ચેન વધારવા માટે `એક સ્ટેશન, એક ઉત્પાદ` યોજના શરૂ પણ કરવામાં આવશે. આથી દેશના વિકાસને ગતિ મળશે. ભારતીય રેલવેની ગતિ માટે 100 ગતિશક્તિ કાર્ગોનો પણ પ્લાન છે.
નાણાંમંત્રીએ કહ્યું કે દેશમાં મલ્ટી-મૉડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. પીએમ ગતિ શક્તિ માસ્ટરપ્લાનમાં આર્થિક પરિવર્તન, નિર્બાધ મલ્ટીમૉડલ કનેક્ટિવિટી અને લૉજિસ્ટિક્સ દક્ષતા માટે 7 એન્જિન સામેલ થશે.
ભારતીય રેલવેની ગતિ માટે 100 ગતિશક્તિ કાર્ગોનો પ્લાન પણ છે. જણાવવાનું કે નવી વંદે ભારત ટ્રેન તેમજ નવા વિસ્ટાડોમ કોચ ભારતીય રેલની આભામાં વધારો કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષોમાં 24000 કિલોમીટર રેલવે રૂટનું વિદ્યુતીકરણ થયું છે.
કેન્દ્રીય નાણાંમંત્રીએ કહ્યું કે 2022-23 વચ્ચે નેશનલ હાઇવેની લંબાઇ 25000 કિમી સુધી વધારવામાં આવશે. હાઇવે વિસ્તાર પર 20 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.