08 February, 2023 07:28 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
અદાણી સમૂહને લઈને બજેટ સત્ર દરમિયાન સંસદનું માહોલ ગરમાયું છે. આ દરમિયાન બુધવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે મોટો દાવો કરી દીધો છે. તેમનું કહેવું છે કે અદાણી મામલે વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના ભાષણને ખસેડવામાં આવ્યો છે. આ સિવાય તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનને પણ ખસેડવાની વાત કરવામાં આવી રહી છે.
રમેશે ટ્વીટ કર્યું, "પીએમ સાથે જોડાયેલા અદાણી મહામેગાસ્કેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણીને ખસેડવાની સાથે લોકસભામાં લોકતંત્રના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ઓમ શાંતિ" રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના લાંબા ભાષણમાં અદાણી સમૂહને લઈને આવેલા હિંડનબર્ગ રિપૉર્ટને કારણે આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સાથેના વેપારી તાંતણાનો પણ ઉલ્લેખ કર્યો.
સમાચાર એજન્સી પ્રમાણે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મંગળવારે સીધા પ્રહાર કરતાં આરોપ મૂક્યો કે મોદી સરકારની ઘરગથ્થૂ, વિદેશ તેમજ સામરિક નીતિઓ અને વિકાસ કાર્યક્રમ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લાભ પહોંચાડવા માટે બનાવવામાં આવી રહી છે, જેની વૈશ્વિક શોધ થવી જોઈએ તથા પીએણ મોદીને રાજકારણ તેમજ વેપારના આ અનોખા સંબંધો માટે `ગોલ્ડ મેડલ` આપવો જવો જોઈએ.
સંસદમાં ચાલુ છે હંગામો
વિપક્ષ હિંડનબર્ગ તરફથી મૂકવામાં આવેલા આરોપો પર તપાસની માગ કરે છે. વિપક્ષી દળોનો આરોપ છે કે અદાણી સમૂહના શૅરમાં આવેલી મંદી `મેગા સ્કેમ` છે, જેમાં સામાન્ય માણસના પૈસા લાગેલા છે, કારણકે LIC અને SBIએ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. સાથે જ સંસદરમાં સરકાર પાસે આ મામલે જવાબ અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી આ મામલે માહિતી માગવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાત બાદ MPએ છીનવ્યો મહારાષ્ટ્રનો 26 હજાર કરોડનો પ્રોજેક્ટ, આદિત્યનો આરોપ
રાજ્ય સભામાં નેતા પ્રતિપક્ષ અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યા છે કે સરકાર બેરોજગારી પછી પણ અદાણી જેવા ખાનગી ક્ષેત્રમાં પૈસા લગાડી રહી છે. તેમણે કહ્યું, "ગવર્ન્મેન્ટ અને પબ્લિક સેક્ટરમાં 30 લાખ નોકરીઓ છે. સરકાર કેમ આને ભરતી નથી? તમે પ્રાઈવેટ સેક્ટરમાં પૈસા નાખી રહ્યા છો"