05 July, 2024 04:56 PM IST | Hathras | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમમાં બનેલી હોનારતમાં 120 કરતાં વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈએ હવે તપાસ કરવાની સાથે સાથે રાજકારણ પણ શરૂ થયું છે. એવામાં વિરોધી પક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi Meets Hathras Victims) હાથરસ પહોંચ્યા અને પીડિતો સાથે વાતચીત કરી હતી. ઘટનાથીમાં પીડિત લોકો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ઘટનાને દુઃખદ ગણાવી હતી.
યુપીમાં બનેલી આ ઘટનાને અંગે સ્થાનિક પ્રશાસનની બેદરકારીની વાત શરૂ જ થઈ રહી હતી, એવામાં રાહુલ ગાંધીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે તેની તપાસ થવી જોઈએ. રાહુલ ગાંધીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (Rahul Gandhi Meets Hathras Victims) ખુલ્લા દિલથી પીડિતોને વળતર આપવાની અપીલ કરી અને એમ પણ કહ્યું કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. રાહુલ ગાંધીએ હાથરસના મુદ્દાને સંસદમાં ઉઠાવવાની વાત કરી હતી તો બીજી તરફ તેઓ એ પણ કહ્યું હતું કે આ મામલે રાજકારણ ના કરવું જોઈએ.
હાથરસમાં પીડિત પરિવારો સાથેની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ પણ હાજર હતા. ઘટનાસ્થળે યુપી કૉંગ્રેસના (Rahul Gandhi Meets Hathras Victims) અધ્યક્ષ અજય રાય પણ હાજર હતા. રાહુલ ગાંધીએ પીડિત પરિવાર પાસેથી હાથરસ સત્સંગ દરમિયાન નાસભાગની ઘટના વિશે માહિતી લીધી અને તેમને ખાતરી આપી કે કૉંગ્રેસ દરેક પીડિત પરિવારની સાથે છે. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ અકસ્માતમાં ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકોના મોત થયા છે, પરંતુ હું આ ઘટનાને રાજકીય દ્રષ્ટિકોણથી નથી જોઈ રહ્યો તે એક પ્રશાસનમાં ખામીઓછે. ભૂલો થઈ છે જેની તપાસ થવી જોઈએ.
રાહુલ ગાંધીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ કે ભાજપ (Rahul Gandhi Meets Hathras Victims) સરકારનું નામ ન લેતા પ્રશાસનની બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જે પોલીસ બંદોબસ્ત થવો જોઈતો હતો તે કરવામાં આવ્યો નથી. લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ, અને તે જલદી મળવું જોઈએ. આ ગરીબ પરિવારો છે, અને સમય મુશ્કેલ છે. તેઓ ખૂબ જ દુઃખી છે અને તેઓને મોટો આઘાત લાગ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું યુપીના સીએમને (Rahul Gandhi Meets Hathras Victims) કહેવા માગુ છું કે વળતર દિલથી આપવામાં આવે. આ સમયે તેની ખૂબ જ જરૂર છે. તે કામમાં મોડુ ન થવું જોઈએ. જો 6 મહિના કે એક વર્ષ પછી આપવામાં આવે તો તેનો કોઈને ફાયદો થશે નહીં. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે તેઓ આ મુદ્દા પર રાજનીતિ કરવા માગતા નથી, પરંતુ તે કેવી રીતે શક્ય છે કે તેઓ આ મુદ્દાને સંસદમાં ઉઠાવે અને તેમાં કોઈ રાજનીતિ ન થાય.