24 January, 2024 10:23 AM IST | Meghalaya | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં મેઘાલયની યાત્રાએ ગયા હતા. ત્યાં તેમણે પાઇનૅપલ ખાધાં હતાં અને તેમને એ બહુ મીઠાં લાગ્યાં હતાં. તેમણે ‘એક્સ’ પર શૅર કરતાં લખ્યું હતું, ‘મેં આ પહેલાં કદી આટલાં સ્વાદિષ્ટ પાઇનૅપલ ખાધાં નથી. થૅન્ક યુ મેઘાલય, આ વન્ડરફુલ ટ્રીટ માટે.’ આ પાઇનૅપલ ખાઈને રાહુલે તરત મમ્મી સોનિયાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું અહીંનાં પાઇનૅપલ તમારે માટે જરૂર લઈ આવીશ.