26 March, 2023 06:04 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો અપડેટ કર્યો છે. તેમણે પોતાને કૉંગ્રેસ સભ્ય ગણાવવાની સાથે `અયોગ્ય સાંસદ` પણ લખી દીધું છે. કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા એક ચૂંટણી રેલીમાં ઉપનામ `મોદી`નો ઉપયોગ કરીને રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી. કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું, "બધા ચોરોનું ઉપનામ મોદી કેવી રીતે હોઈ શકે છે?" રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ ગુજરાતના પૂર્વ ભાજપ વિધેયક પૂર્ણેશ મોદીએ દાખલ કર્યો હતો. આ મામલે સજા બાદ રાહુલને એક સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીને લોકસભાની સભ્યતાથી અયોગ્ય ઠેરવવાના વિરોધમાં પાર્ટીના નેતા અને કાર્યકર્તા આજે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે એકદિવસીય સત્યાગ્રહ કરી રહ્યા છે. પાર્ટી પ્રમાણે, રાહુલ ગાંધી પ્રત્યે એકતા બતાવતા આ `સંકલ્પ સત્યાગ્રહ` બધા રાજ્યો અને જિલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે થઈ રહ્યા છે. આ સવારે 10 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું.
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે મારા શહીદ પિતાનું અપમાન સંસદમાં કરવામાં આવે છે. શહીદના દીકરાનું પણ અપમાન કરવામાં આવે છે. તેમને મીર જાફર કહેવામાં આવે છે. મારી માનું અપમાન કરવામાં આવે છે. તમારા મંત્રી કહે છે કે આમના પિતા કોણ છે? તમારા પ્રધાનમંત્રી ગાંધી પરિવાર માટે કહે છે કે આ નેહરૂ ઉપનામનો ઉપયોગ કેમ નથી કરતા? તમારી ઉપર તો કોઈ કેસ નથી થતો, તમારી સભ્યતા રદ નથી થતી.
આ પણ વાંચો : રાહુલ ગાંધી અયોગ્યતા મામલે, આજે દેશમાં દિવસ દરમિયાન કૉંગ્રેસનો `સત્યાગ્રહ`
પ્રિયંકા ગાંધીએ કહ્યું રે રાહુલ ગાંધી ન તો કોઈને સામે નમે છે કે ન કોઈનાથી ડરે છે. આ બધા નિર્ણયો ભારત જોડો યાત્રાને કારણે લેવાઈ રહ્યા છે. શું નીરવ મોદી OBC છે? શું મેહુલ ચોકસી ઓબીસી છે? શું લલિત મોદી ઓબીસી છે? આ ભાગેડું છે અને ભાગેડું વિશે અમે બોલીએ છીએ તો તમને દુઃખ થાય છે. તમે પરિવારવાદી કહો છો તો ભગવાન રામ કોણ હતા? શું તે પરિવારવાદી હતા? શું પાંડવ પરિવારવાદી હતા? અને અમને શું શરમ આવવી જોઈએ કે અમારા પરિવારના સભ્ય આ દેશ માટે શહીદ થઈ ગયા? રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટના બાયોમાં આ ફેરફાર કર્યા છે જે તમે અહીં જોયા.