25 April, 2023 08:04 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
આ પહેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) તરફથી સજા રદ કરવા માટે સૂરત કૉર્ટમાં દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. તે દરમિયાન રાહુલ ગાંધી તરફથી કૉર્ટમાં બીજી દલીલ એ આપવામાં આવી હતી કે માનહાનિના કેસમાં કોઈક ખાસ વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ સ્પષ્ટ થવો જોઈએ.
મોદી સરનેમને લઈને સૂરતની કૉર્ટ દ્વારા દોષી કરાર કર્યા બાદ નિર્ણયને હવે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઈકૉર્ટમાં (Gujarat High Court) પડકાર આપશે. સૂરત કૉર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું. સંસદ સભ્યપદ રદ કરવાના થોડાક દિવસ બાદ રાહુલ ગાંધીને દિલ્હીમાં પોતાનું સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો. બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે ફક્ત સાચું બોલવાની કિંમત ચૂકવી રહ્યા છે અને તે આગળ પણ આ જ રીતે સત્ય બોલતા રહેશે. ભલે તેમને કોઈપણ કિંમત ચૂકવવી પડે.
જણાવવાનું કે આ પહેલા રાહુલ ગાંધી તરફથી સજા રદ કરવા માટે સૂરત કૉર્ટમાં દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. તે દરમિયાન રાહુલ ગાંધી તરફથી કૉર્ટમાં બીજી દલીલ એ આપવામાં આવી હતી કે માનહાનિના કેસમાં કોઈ ખાસ વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ સ્પષ્ટ થવો જોઈએ. સામાન્ય રીતે કરવામાં આવેલી ટિપ્પણી કે મોટા વિસ્તારને લાગનારી ટિપ્પણીને આમાં સામેલ ન કરી શકાય. કોલારની રેલીમાં રાહુલ ગાંધીના મોટા વિસ્તારને સંકેલનાર ટિપ્પણી કરી હતી. રાહુલનું આ નિવેદન બરાબર એવું જ છે જેને લોકો સામાન્ય બોલચાલમાં કહી દે છે કે `નેતા ભ્રષ્ટ હોય છે.` `પંજાબી લોકો તો ખૂબ જ ઝગડાડૂ હોય છે.` `બંગાળી લોકો કાળો જાદૂ કરે છે.` એવામાં જો કોઈ નેતા, પંજાબવાસી કે બંગાળવાસી દેશના કોઈ કૉર્ટમાં જઈને કેસ કરી દે કે આથી મારી હાનહાનિ થઈ છે, તો આને માનહાનિ ન કહેવામાં આવી શકે.
આ પણ વાંચો : એક્ટ્રેસને ઑડિશન માટે મોકલી વિદેશ, ટ્રોફીમાં ગાંજો સંતાડી ફસાવી, આરોપીની ધરપકડ
સૂરત કૉર્ટમાં રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે એવો દાવો કરવામાં આવે છે કે આખા ભારતમાં 13 કરોડ મોદી છે. મોદી સરનેમ કોઈ સંઘ નથી, પણ કહેવામમાં આવ્યું છે કે 13 કરોડથી વધારે મોદી છે. મોદીનો કેસ નથી. ગોસાઈ એક જાતિ છે, અને ગોસાઈ જાતિના લોકોને મોદી કહેવામાં આવે છે. રાહુલ તરફથી વકીલે કહ્યું હતું કે મોદી સંપ્રદાય શું છે, આને લઈને ખૂબ જ ભ્રમ છે. જો અમે આ સમૂહની ઓળખ કરવાનો પ્રયત્ન કરે છે, તો પૂરાવા અમને ભ્રમિત કરે છે.