સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ પહેલીવાર વાયનાડ પહોંચી રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન

11 April, 2023 08:37 PM IST  |  Waynad | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) લોકસભાના સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડ પહોંચ્યા.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) લોકસભાના સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડ પહોંચ્યા. અહીં એક જનસભાનું સંબોધન કરતા તેમણે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર ભરપૂર નિશાના સાધ્યા. રાહુલે કહ્યું, `સાંસદ તો માત્ર એક ટૅગ છે. આ એક પદ છે...આથી ભાજપ ટૅગ ખસેડી શકે છે, તે પદ લઈ શકે છે, તે ઘર લઈ શકે છે અને તે મને જેલમાં પણ નાખી શખે છે પણ તે મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરવાથી નહીં અટકાવી શકે. હું પ્રશ્નો પૂછતો રહીશ.` તેમણે કહ્યું કે 4 વર્ષ પહેલા હું અહીં આવ્યો અને એમપી બન્યો. મારે માટે અહીં ચૂંટણી પ્રચાર કરવું સૌથી જૂદું હતું. હું કેરળનો રહેવાસી નથી, પણ તમારા પ્રેમે મને અનુભવ કરાવ્યો કે હું તમારો ભાઈ છું, તમારો દીકરો છું.

વાયનાડમાં રાહુલ ગાંધીએ કહ્યું, "તેમને (કેન્દ્ર સરકારને) લાગે છે કે તે મારા ઘરે પોલીસ મોકલીને મને ડરાવશે પણ હું ખરેખર ખુશ હતો કે તેમણે મારું ઘર લઈ લીધું. તમે મારું ઘર 50 વાર લઈ લો પણ મને કોઈ ફેર નથી પડતો. હું તેમ છતાં દેશ અને વાયનાડના લોકોના મુદ્દા ઊઠાવતો રહીશ." તેમણે કહ્યું કે મેં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું કે તમે અદાણી સાથેનો તમારા સંબંધો વિશે જણાવો. મેં પૂછ્યું કે તમારા અદાણી સાથે શું સંબંધ છે? પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો જવાબ આપ્યો નહીં.

પોતાના વિરોધીઓને ન સમજી શકી ભાજપા - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું ભાજપાનો સામનો અનેક વર્ષોથી કરી રહ્યો છું, પણ ચોંકાવનારી વાત તો એ છે કે તે પોતાના વિરોધીને ન સમજી શક્યા. તે નથી સમજી શકતા કે તેમનો વિરોધી ધમકીઓમાં આવનારામાંથી નથી. તે વિચારે છે કે મારા ઘરે પોલીસ મોકલવાથી હું ડરી જઈશ, ઘર છીનવી લેવાથી પરેશાન થઈ જઈશ. હું ખુશ છું કે તેમણે ઘર લઈ લીધું." તેમણે કહ્યું કે મેં જોયું છે કે જ્યારે વાયનાડમાંપૂર આવે છે તો ઘણાં બધા લોકો ઘર ગુમાવે છે. હું તમારી પાસેથી શીખ્યો છું. મારું ઘર 100 વાર છીનવી લો, મને ફેર નથી પડતો. હું વાયનાડ અને ભારતના લોકોનો મુદ્દો ઉઠાવતો રહીશ.

રાહુલ ગાંધીએ દાવો કર્યો, "ભાજપ લોકોને વહેંચે છે, લોકોને લડાવે છે, ધમકાવે છે. હું લોકોને જોડવાનું કામ કરતો રહીશ. હું બધા ધર્મો, સમુદાયો અને વિચારોને એકસાથે લઈ આવીશ. તમે (ભાજપ) કેટલાય પણ નિર્મમ થઈ જાઓ, પણ હું તમારા પ્રત્યે દયાળું બની રહીશ." તેમના પ્રમાણે ભાજપ એક દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે, કૉંગ્રેસ બીજા દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. તમે એવું ન વિચારતા કે મારા તમારી સાથેના સંબંધો બદલાઈ જશે. રાહુલ ગાંધીએ કહ્યું, "મેં શું કર્યું? મેં સંસદમાં ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો. મેં મીડિયાના સમાચારનો ઉપયોગ કરીને એ જણાવ્યું કે અદાણી કેવી રીતે વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા. મેં બતાવ્યું કે કેવી રીતે ઈઝરાયલ સાથે રક્ષા સંબંધ બદલવામાં આવ્યા, કેવી રીતે વિદેશ નીતિમાં ફેરફાક કરવામાં આવ્યા? મેં પૂછ્યું કે તમારા અદાણી સાથે શું સંબંધ છે? વડાપ્રધાને જવાબ ન આપ્યો."

પ્રિયંકાએ ઉઠાવ્યો રાહુલના સંસદ સભ્ય પદનો મુદ્દો
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ દરમિયાન રાહુલના અયોગ્ય જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, "ગુજરાત કૉર્ટે એક નિર્ણય લીધો જેના પછી સરકારે તેમને (રાહુલ ગાંધીને) સંસદમાંથી અયોગ્ય જાહેર કરી દીધા. પ્રશ્ન પૂછવા, જવાબદારીની માગ કરવી, મુદ્દા ઊઠાવવા સાંસદનું કામ છે. મને એ વાત અજીબ લાગે છે કે આખી સરકાર અહીં સુધી કે વડાપ્રધાન મોદી પણ આને અયોગ્ય માને છે. એક માણસ પર નિર્દયતાથી હુમલો કરે છે કારણકે તેણે એવો પ્રશ્ન પૂછ્યો જેનો તે જવાબ ન આપી શક્યા."

માત્ર એક માણસ ગોતમ અદાણીને બચાવી રહી છે સરકાર: પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકા ગાંધીએ બિઝનેસમેન ગૌતમ અદાણી સાથે જોડાયેલો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે આરોપ મૂક્યો છે કે સરકાર માત્ર એક માણસ ગૌતમ અદાણીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું, "આખી સરકાર ફક્ત એક માણસ ગૌતમ અદાણીને બચાવવા માટે અમારા લોકતંત્રને નીચે પાડવાના પ્રયત્ન કરી રહી છે. વડાપ્રધાન મોદી ગૌતમ અદાણીનો બચાવ કરવા માટે જવાબદાર અનુભવે છે પણ તેમને ભારતના લોકો પ્રત્યે કોઈ જવાબદારી લાગતી નથી."

આ પણ વાંચો : રાહુલ વિરુદ્ધ ચુકાદો આપનારા જજની જીભ કાપવાની કૉન્ગ્રેસના નેતાએ ધમકી આપી

સેંકડો કાર્યકર્તાઓએ રાહુલ-પ્રિયંકાનું કર્યું ભવ્ય સ્વાગત
કેરળના આ સીમાવર્તી જિલ્લાના કલપેટ્ટામાં રાહુલ ગાંધીના સ્વાગત માટે સંયુક્ત લોકતાંત્રિક મોરચો (યૂડીએફ)ના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. અહીં કાલપેટ્ટામાં યૂડીએફના સેંકડો કાર્યકર્તા ભારતીય ધ્વજ માટે સત્યમેવ જયતે નામક રોડશો માટે કતારમાં ઊભા હતા. તો જ્યાં ગાંધી પોતાની બહેન પ્રિયંકા અને કેરળ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે એક ટ્રક પર જનસભા સ્થળ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગાંધીના સ્વાગત માટે દરેક આયુવર્ગના લોકો રસ્તાને કિનારે એકઠા થયા હતા. ગાંધી એક હેલિકૉપ્ટર દ્વારા અહીં પહોંચ્યા અને પછી એક ટ્રકમાં કાર્યક્રમ સ્થળ સુધી ગયા. જો કે, મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે ચાલતા ટ્રકે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધવું પડ્યું. આ દરમિયાન ત્યાં હાજર લોકોના હાથમાં રાહુલ ગાંધીની તસવીરો હતી. આ બધા લોકો રાહુલ ગાંધી પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવવા માટે આવ્યા હતા.

national news rahul gandhi congress priyanka gandhi