લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના નેક્સ્ટ ટાર્ગેટ રાહુલ ગાંધી અને અસદુદ્દીન ઓવૈસી, અભિનેતાએ કરેલી પોસ્ટથી સર્જાયો વિવાદ

21 October, 2024 05:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Rahul Gandhi and Owaisi are next target of Lawrence Bishnoi: મોહંતીએ તેની પોસ્ટને "માનવ ભૂલ" ગણાવતા કહ્યું, "મને સમજાયું કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના આધારે મેં કરેલી પોસ્ટ એક ભૂલ હતી અને તેને ડિલીટ પણ કરી દીધી હતી.

અસદુદ્દીન ઓવૈસી અને રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ દ્વારા સલમાન ખાનને મારી નાખવાની ધમકી અને મુંબઈમાં એક નેતાની હત્યા કરવામાં આવ્યા બાદ દેશભરમાં આ મુદ્દો ગરમાયો છે. જોકે હાલમાં એક અભિનેતાએ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના નિશાન પર હવે રાહુલ ગાંધી અને અસદુદ્દીન ઓવૈસી (Rahul Gandhi and Owaisi are next target of Lawrence Bishnoi) છે એવી પોસ્ટ કરતાં નવો વિવાદ સર્જાયો છે. અભિનેતાની આ પોસ્ટને લઈને હવે તે મુસીબતમાં ફસાયો છે અને તેની સામે અનેક ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ઓડિશાના એક્ટર બુદ્ધાદિત્ય મોહંતીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યા આપ્યું હતું. હાલમાં ડિલીટ થયેલી પોસ્ટમાં એકટરે સૂચવ્યું કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના આગામી ટાર્ગેટ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી હોઈ શકે છે. આ ઉશ્કેરણીજનક ટિપ્પણીને કારણે તેની સામે પોલીસ ફરિયાદ થઈ હતી જેને પગલે હવે આ અભિનેતાએ તેની વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી માગી છે.

મોહંતીએ તેની પોસ્ટને "માનવ ભૂલ" ગણાવતા કહ્યું, "મને સમજાયું કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના આધારે મેં કરેલી પોસ્ટ એક ભૂલ હતી અને તેને ડિલીટ પણ કરી દીધી હતી. મેં અગાઉ ફેસબુક (Rahul Gandhi and Owaisi are next target of Lawrence Bishnoi) પર તેના માટે માફી માગી હતી." તેણે અગાઉ પણ માફી પત્ર પોસ્ટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, "રાહુલ ગાંધીજી વિશેની મારી છેલ્લી પોસ્ટ... ક્યારેય નિશાન બનાવવા માટે ન હતી.. તેમને નુકસાન પહોંચાડવા, તેમને કોઈ પણ રીતે બદનામ કરવા... કે તેમની વિરુદ્ધ કંઈપણ લખવા માટે નહોતી... અજાણતાં જો મેં કોઈને અસર કરી હોય તો લાગણીઓ... મારો ઈરાદો આ ન હતો... હું દિલથી માફી માંગુ છું... સાદર."

પોતાની પોસ્ટમાં મોહંતીએ કહ્યું કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Rahul Gandhi and Owaisi are next target of Lawrence Bishnoi) કે જેણે તાજેતરમાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી અને સલમાન ખાનને ધમકી આપી હતી તેણે રાહુલ ગાંધી અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને નિશાન બનાવવું જોઈએ. "જર્મની પાસે ગેસ્ટાપો છે... ઈઝરાયેલ પાસે મોસાદ છે... યુએસએ પાસે સીઆઈએ છે... હવે ભારતમાં લોરેન્સ બિશ્નોઈ છે... યાદીમાં આગળ ઓવૈસી અને રાહુલ ગાંધી હોવા જોઈએ," તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું.

અભિનેતાની ટિપ્પણી બાદ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) - કૉંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી વિંગએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોહંતીએ કહ્યું કે NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કર્યા બાદ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના આગામી નિશાન કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi and Owaisi are next target of Lawrence Bishnoi) હોઈ શકે છે. અમે અમારા નેતા વિરુદ્ધ આવી ટિપ્પણી સહન કરી શકતા નથી," એનએસયુઆઈના પ્રમુખ ઉદિત પ્રધાને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી કહ્યું. ભારે પ્રતિક્રિયા અને ફરિયાદ પછી, બુદ્ધાદિત્ય મોહંતીએ પોસ્ટ ડિલીટ કરી પછી ફેસબુક પર માફી માગી. ગરિમા સતીજા ઇન્ડિયાટાઇમ્સના એન્ટરટેઇનમેન્ટ વર્ટિકલનું નેતૃત્વ કરે છે.

rahul gandhi asaduddin owaisi lawrence bishnoi odisha social media national news new delhi