06 June, 2024 06:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે શેર બજાર પર સરકારની ટિપ્પણીના કારણે લાખો રોકાણકારોનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આને કારણે રોકાણકારોને 30 લાખ કરોડ રૂપિયાનો નુકસાન થયું છે. આ શેર બજારનો (Rahul Gandhi on Share Market Scam) અત્યાર સુધીનો સૌથી મોટો ઘોટાળો છે એવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે અને તેની સંસદીય સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. રાહુલે કહ્યું, "અમે નોંધ્યું કે ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીએ સ્ટૉક માર્કેટ પર ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ બે-ત્રણ-ચાર વાર દેશને કહ્યું કે સ્ટૉક માર્કેટ ઝડપથી વધશે જેથી તેમાં રોકાણ કરો."
અમિત શાહ કહે છે કે 4 જૂન પહેલા આ શેર ખરીદો. મોદી કહે છે કે 4 જૂને સ્ટૉક ખરીદો. 1 જૂને મિડિયાએ ખોટા એક્ઝિટ પોલ બતાવ્યા. ભાજપાના આંતરિક એક્ઝિટ પોલમાં તેમને 220 સીટો મળી રહી હતી. આંતરિક એજન્સીઓએ ભાજપને (Rahul Gandhi on Share Market Scam) 220 થી 230 સીટો મળે તેવી જાણ કરી હતી. 3 જૂનના રોજ સ્ટૉક માર્કેટે બધા રેકોર્ડ તોડ્યા અને પછી 4 જૂને ટે પડી ગયું હતું. આ બતાવે છે કે કંઈક ઘોટાળો થઈ રહ્યો છે. અહીં હજારો કરોડ રૂપિયાનો રોકાણ થયું છે. સ્ટૉક માર્કેટના પડ્યા પછી 20 લાખ કરોડ રૂપિયાનો નુકસાન થયું છે. હાલનુ નુકસાન સ્ટૉક માર્કેટના ઇતિહાસનું સૌથી મોટો નુકસાન છે."
રાહુલ ગાંધીએ સરકારને પ્રશ્ન કર્યો કે પ્રધાનમંત્રીએ (Rahul Gandhi on Share Market Scam) દેશની જનતાને રોકાણની સલાહ કેમ આપી? ગૃહમંત્રીએ સ્ટૉક ખરીદવાની સૂચના કેમ આપી? બંનેએ જ્યાં ઇન્ટરવ્યૂ આપ્યા તે અદાણીજીના ચેનલને આપ્યા. તેમની સામે પહેલેથી જ સેબીની તપાસ ચાલી રહી છે. જેથી તેની તપાસ થવી જોઈએ. મોદીજીના આ ફેક ઇન્વેસ્ટર્સ અને વિદેશી રોકાણકારો વચ્ચે શું સંબંધ છે અને જો સંબંધ છે તો તેની પણ તપાસ થવી જોઈએ. અમે આ ઘોટાળાને લઈને જેપીસીની માગણી કરીએ છીએ. આ સમગ્ર મામલે રોકાણકારોએ કરોડો ગુમાવ્યા છે.
રાયબરેલી અને વાયનાડથી વિજેતા સાંસદ અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi on Share Market Scam) કહ્યું, "પ્રથમ વખત અમે નોંધ્યું કે ચૂંટણીના સમયે પ્રધાનમંત્રીએ, ગૃહમંત્રીએ અને નાણામંત્રીએ શેર બજાર પર ટિપ્પણી આપી. પ્રધાનમંત્રીએ બે-ચાર વખત કહ્યું કે શેર બજાર તેજીથી વધશે... તેમના મેસેજને નાણામંત્રી અને ગૃહમંત્રીએ આગળ વધાર્યો. અમિત શાહ કહે છે 4 જૂન પહેલાં શેર ખરીદો. પ્રધાનમંત્રીએ પણ એવું જ કહ્યું અને 28 મેના રોજ ફરીથી કહ્યું... 3 જૂને શેર બજાર બધા રેકોર્ડ તોડે છે અને 4 જૂને શેર બજાર નીચે આવી ગયું હતું."