રાહુલ ગાંધીએ BJP સાંસદને માર્યો ધક્કો? ખરગેએ પણ કર્યો BJP પર ધક્કામુક્કી કરવાનો આરોપ

19 December, 2024 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Rahul Gandhi allegedly push BJP MP: કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમની ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો. ખડગેએ આ અંગે તપાસ કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ઔપચારિક પત્ર પણ લખ્યો છે.

રાહુલ ગાંધી ઘાયલ સાંસદને મળવા ગયા અને પ્રદર્શન કરી રહેલા મલ્લિકાર્જુન ખડગે (તસવીર: એજન્સી)

ડૉ. બાબાસાહેબ આંબેડકર પર ગૃહ પ્રધાન અમિત શાહેના (Rahul Gandhi allegedly push BJP MP) નિવેદને કારણે ભારે હોબાળો થયો છે અને આજે તો સંસદની કાર્યવાહી જાણે અખાડો બની ગઈ હતી. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ અને બીજા પક્ષો વચ્ચે જોરદાર નરાબાજી થઈ હતી અને પ્રદર્શન વચ્ચે મારામારી અને ધક્કામુક્કી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે અને તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. આ મામલે તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યો છે. સંસદની અંદરનો આ હોબાળો હજુ શમ્યો નથી ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમની ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો. ખડગેએ આ અંગે તપાસ કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ઔપચારિક પત્ર પણ લખ્યો છે.

રાજ્યસભાના સાંસદ અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Rahul Gandhi allegedly push BJP MP) આરોપ લગાવ્યો છે કે મારો પત્ર લોકસભા અધ્યક્ષને છે. મારા પર થયેલા હુમલાની તપાસની માગણી સાથે હું આ પત્ર લખી રહ્યો છું. આ હુમલો માત્ર મારા પર જ નહીં પરંતુ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસ અધ્યક્ષ પર પણ હુમલો છે. ખડગેએ ઓમ બિરલાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આજે સવારે ઈન્ડિયા ગઠબંધન સાંસદોએ પ્રેરણા સ્થળ ખાતે ડૉ. આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી કૂચ કરી હતી. આ કૂચ 17 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા ડૉ. આંબેડકરના અપમાનજનક ભાષણના વિરોધમાં કરવામાં આવી હતી. જ્યારે હું ભાજપના સાંસદો સાથે મકર દ્વાર પહોંચ્યો ત્યારે મને ધક્કો મારવામાં આવ્યો. આ પછી મેં મારું સંતુલન ગુમાવ્યું અને મકર દ્વારની સામે જમીન પર પડી ગયો. જેના કારણે મારા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેની સર્જરી થઈ ચૂકી છે.

તેમણે વધુમાં કહ્યું કે તે બાદ કૉંગ્રેસના (Rahul Gandhi allegedly push BJP MP) સાંસદો એક ખુરશી લઈને આવ્યા અને મને તેના પર બેસવાનું કહેવામાં આવ્યું. ખૂબ જ મુશ્કેલીથી અને મારા સાથીઓની મદદથી હું સવારે 11 વાગ્યે ગૃહમાં પહોંચ્યો. હું તમને આ ઘટનાની તપાસનો આદેશ આપવા વિનંતી કરું છું, જે માત્ર મારા પર જ નહીં પણ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ અધ્યક્ષ પર પણ હુમલો છે.

આ સાથે રાહુલ ગાંધીએ પણ ભાજપના (Rahul Gandhi allegedly push BJP MP) બે સાંસદને ધક્કો મારતા તેઓ જખમી થયા હોવાનો આરોપ પક્ષે કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓએ પહેલા મને ધક્કો માર્યો છે. "હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડ્યો..” એવો આરોપ સારંગીએ કર્યો.

rahul gandhi congress bharatiya janata party parliament Rajya Sabha Lok Sabha amit shah viral videos