અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના? રાહુલ ગાંધીએ બીજેપી પર સાધ્યો નિશાન

04 April, 2023 02:48 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

સૂરતની સેશન કૉર્ટમાંથી જામીનની સમય મર્યાદા લંબાયાના એક દિવસ બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે અદાણી કંપનીઓમાં પૈસાની લેવડ-દેવડ પર ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ રીતે પૂછ્યું છે કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

સૂરતની સેશન કૉર્ટમાંથી જામીનની સમય મર્યાદા લંબાયાના એક દિવસ બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે અદાણી કંપનીઓમાં પૈસાની લેવડ-દેવડ પર ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ રીતે પૂછ્યું છે કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?

રાહુલ ગાંધી કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)ની બેઠક માટે કૉંગ્રેસ ઑફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ન્યાયપાલિકા પર દબાણ બનાવવાના બીજેપીના આરોપોનો જવાબ આપતા કહ્યું, મારો એકમાત્ર પ્રશ્ન છે કે અદાણી શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયા કોના છે. તેમને (બીજેપી)ને આનો જવાબ આપવો જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે આ કરોડો રૂપિયા કોના છે?

સત્ય એ જ મારો હથિયાર- રાહુલ ગાંધી
હકિકતે, સોમવારે અપરાધિક માનહાનિ મામલે કૉર્ટમાં રાહુલ ગાંધીને જામીન આપી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હકિકતે આ સંઘર્ષમાં સત્ય એ જ તેમનો હથિયાર છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું, આ લોકતંત્રને બચાવવાની લડાઈ છે અને મિત્ર કાળના વિરુદ્ધ છે અને આ સંઘર્ષમાં સત્ય મારો હથિયાર છે અને સત્ય મારો આશ્રય છે.

2 વર્ષની જેલની સજા થઈ હતી રાહુલ ગાંધીને...
નોંધનીય છે કે રાહુલ ગાંધીને `મોદી સરનેમ`ના સંદર્ભે તેમની 2019ની ટિપ્પણી માટે કૉર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. ગયા મહિને સજા સંભળાવ્યા બાદ લોકસભાની સભ્યતામાંથી અયોગ્ય જાહેર કરવામાં આવેલા ગાંધી (52) વધરાના સત્ર ન્યાયાધીશ આર પી મોગેરના કૉર્ટમાં હાજર રહ્યા જેમણે 15000 રૂપિયાના દંડ પર તેમની અપીલના જવાબમાં જામીન આપી દીધી.

આ પણ વાંચો : રાહુલને મળ્યો પ્રિયંકાનો સૉલિડ સપોર્ટ

તો, રાહુલે અપીલમાં કહ્યું કે માનહાનિ મામલે 23 માર્ચે મેજિસ્ટ્રેટ કૉર્ટ દ્વારા તેમની દોષસિદ્ધિ `ત્રુટિપૂર્ણ` અને સ્પષ્ટ રીતે ભૂલ હતી. સાથે જ તેમણે એ પણ કહ્યું કે તેમને એક એવી રીતે સજા સંભળાવવામાં આવી છે કે તે સંસદ સભ્ય તરીકે અયોગ્ય થઈ જાય.

national news surat rahul gandhi gautam adani new delhi congress bharatiya janata party