આ વર્ષે પણ પુરીમાં ભક્તો જગન્નાથ રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે

11 June, 2021 07:12 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. પરંતુ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકશે નહી.

તસવીરઃ અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2020

હિન્દુધર્મમાં જગન્નથા પુરી રથયાત્રાનું અનેરુ મહત્વ છે. રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે. જે દિવસથી આ રથયાત્રા 10 દિવસ સુધી ચાલે છે. આ રથયાત્રાનું આયોજન ઓરિસ્સાના જગન્નાથ મંદિરથી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. 

આ વર્ષે પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ રથયાત્રામાં એ જ સેવકો ભાગ લઈ શકશે જેમણે કોરોના રસી મુકાવી હોય અને કોરોના રિપોર્ટ નેગેટિવ હોય. ઓડિશાના વિશેષ રાહત કમિશનર પ્રદીપ કે જેનાએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઈને ગયા વર્ષે જારી કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા આ વર્ષે પણ અનુસરવામાં આવશે.

જગન્નથા ભગવાનની રથયાત્રામાં આ વર્ષે પણ ભક્તો સામેલ થઈ શકશે નહી. કોરોનાની બીજી વેવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગત વર્ષે પણ કોરોનાને કારણે જગન્નાથ રથયાત્રામાં ભક્તો ભાગ લઈ શક્યા નહોતાં. આ સળંગ બીજું વર્ષ હશે જ્યારે કોવિડ -19ની મહામારીને કારણે ભક્તોને રથયાત્રા ઉજવણીમાં જોડાવા દેવામાં આવશે નહીં.

ફક્ત 48 કલાકની અંદર લેવાયેલા આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ધરાવતા પસંદગીના લોકોને અથવા જેમણે સંપૂર્ણ રસી લીધી છે, તેઓને જ રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. 

odisha national news Rathyatra covid19