વિશ્વના સર્વશ્રેષ્ઠ કઠોળમાં આપણા રાજમા ૧૪મા ક્રમે

19 November, 2024 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ૫૦ કઠોળની યાદી બહાર પડી છે. આ યાદીમાં ભારતના એકમાત્ર કઠોળ રાજમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજમાને ૧૪મું સ્થાન મળ્યું છે.

રાજમા

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ૫૦ કઠોળની યાદી બહાર પડી છે. આ યાદીમાં ભારતના એકમાત્ર કઠોળ રાજમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજમાને ૧૪મું સ્થાન મળ્યું છે. લોકપ્રિય મતો અને નિષ્ણાતોની સમીક્ષાઓના આધારે ‘ટેસ્ટ ઍટલસ’ નામની ટ્રેડિશનલ વાનગીઓ માટેની આ ઑનલાઇન ગાઇડ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે. રાજમાને ૫૨૧૦ મત મળ્યા હતા, એમાંથી ૩૦૫૪ યોગ્ય મત ગણાયા હતા. એને કારણે ૪.૨નું રેટિંગ મળ્યું છે. ટેસ્ટ ઍટલસે યાદીમાં રાજમાને ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય શાકાહારી વાનગી ગણાવી છે. પ્રોટીનની ખામી દૂર કરવા માટે રાજમા સૌથી અકસીર કઠોળ છે એવું તબીબો ઘણી વાર કહેતા હોય છે. ૩૦ ગ્રામ રાજમામાં અંદાજે ૭ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. સામાન્ય રીતે રાજમા સંપૂર્ણ પ્રોટીન નથી, પરંતુ ચોખા સાથે ખાવાથી અમીનો ઍસિડ બને છે અને એ સંપૂર્ણ પ્રોટીન-પ્રોફાઇલ બનાવે છે. યાદીમાં સૌથી પહેલા ક્રમે મેક્સિકન સોપા તારાસ્કા છે અને એને ૪.૬ પૉઇન્ટ મળ્યા છે.

indian food mumbai food life and style life masala world news Bharat