18 March, 2023 04:15 PM IST | Punjab | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પંજાબ (Punjab) પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ અને તેના સાથીઓ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમૃતપાલ સહિત તેના 6 સાથીઓેની ધરપકડ કરી છે. સાથીઓના પકડાઈ ગયા બાદ અમૃતપાલની પણ નકોદર નજીક ધરપકડ કરવામાં આવી. આની સાથે જ પંજાબમાં અનેક જગ્યાઓ પર ઈન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું છે. ગિદડબાહામાં પણ ઍરટેલ, આઈડિયા અને BSNLનું પણ ઈન્ટરનેટ બંધ છે. સંગરૂર જિલ્લામાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. સંગરૂર પંજાબના સીએમ ભગવંત માનનો જિલ્લો છે. અમૃતસર જાલંધર હાઈવે પર પણ પોલીસની તૈનાતી વધી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા જાલંધરના મેહતપુર થાણામાં `વારિસ પંજાબ દે`ના મુખીયા અમૃતપાલના સાથીઓ પોલીસની ધરપકડમાં છે.
બરનાલા જિલ્લામાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ હવે આખા પંજાબમાં રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મોગા જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત જોવા મળે છે. પંજાબ પોલીસે લોકોને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની અપલી કરી અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવાની પણ અપીલ કરી. તેમણે લોકોને પોલીસના કામકાજમાં દખલ ન દેવાની પણ અપીલ કરી છે.
આ પણ વાંચો : Mohit Raina બન્યા પિતા, `દેવોં કે દેવ મહાદેવ`એ બતાવી દીકરીની પહેલી ઝલક
આ મહિનાની શરૂઆતમાં અમૃતપાલ સિંહના એક નજીકના સહયોગીને અમૃતસર ઍરપૉર્ટ પર કહેવાતી રીતે દેશમાંથી ભાગવાનો પ્રયત્ન કરતા ધરપકડ કરવામાં આવી હતી. શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટના અધિકારીઓએ ગુરિંદરપાલ સિંહ ઔજલાની ધરપકડ કરી હતી. જે વિવાદાસ્પદ કટ્ટરપંથી ઉપદેશક માટે કહેવાતીરીતે સોશિયલ મીડિયાને સંભાળતો હતો. અધિકારીઓએ કહ્યું કે ઔજલા ઇંગ્લેન્ડ ભાગવાનો પ્રયત્ન કરતો હતો. સૂત્રોએ કહ્યું કે તે લંડન માટે ઍર ઈન્ડિયાની ફ્લાઈટ પકડવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.