વડા પ્રધાને ૭૧,૪૨૬ અપૉઇન્ટમેન્ટ લેટર્સ વહેંચ્યા

21 January, 2023 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને જુદા-જુદા સરકારી વિભાગોમાં ભરતી કરવામાં આવેલા લોકોને ઇલેક્ટ્રૉનિકલી ૭૧,૪૨૬ અપૉઇન્ટમેન્ટ લેટર્સ વહેંચ્યા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ખૂબ જ વૃદ્ધિ કરી રહેલા ભારતમાં રોજગારી અને સ્વ-રોજગારી માટે વધુ તકોનું સર્જન થઈ રહ્યું છે. ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એને સંબંધિત સેક્ટર્સમાં હરણફાળ ભરી રહ્યું છે.

વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે ભરતી-પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કર્યા છે. પહેલાંની સરખામણીમાં ભરતી-પ્રક્રિયા વધુ અસરકારક બની છે અને એને ચોક્કસ સમયમર્યાદામાં પૂરી કરવામાં આવે છે. આ ભરતી-પ્રક્રિયામાં ટ્રાન્સ્પરન્સી અને સ્પીડને વધારવામાં આવી રહી છે.

વડા પ્રધાને જુદા-જુદા સરકારી વિભાગોમાં ભરતી કરવામાં આવેલા લોકોને ઇલેક્ટ્રૉનિકલી ૭૧,૪૨૬ અપૉઇન્ટમેન્ટ લેટર્સ વહેંચ્યા હતા. 

national news narendra modi