વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે દરરોજ રાતની અઢી વાગ્યાની પદયાત્રા બંધ કરી દીધી

06 July, 2024 09:08 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવાં કેટલાંય તેમનાં અનુયાયી છે

પ્રેમાનંદ મહારાજ

હાથરસની દુર્ઘટનાના પગલે પ્રેમાનંદ મહારાજે તેમની વિખ્યાત વૃંદાવન-પદયાત્રા અનિશ્ચિત સમય સુધી રોકી દીધી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવાં કેટલાંય તેમનાં અનુયાયી છે. મધરાત બાદ તેઓ પદયાત્રા કરતા હોય છે અને અસંખ્ય લોકો તેમની આ પદયાત્રામાં જોડાતા હોય છે. શ્રીહિત રાધા કેલી કુંજ પરિકર દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં હાથરસમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરી જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહેવામાં આવ્યું છે કે ‘આવી ઘટના ફરી ભવિષ્યમાં ન થાય એ માટે ઠાકોરજીને પ્રાર્થના છે. વિનંતી કરીને કોઈ પણ શ્રદ્ધાળુ રાતે પદયાત્રામાં દર્શન માટે ન ઊભા રહે. રાતે કોઈ પણ પ્રકારની ભીડ ન લગાવે.’

પ્રેમાનંદ મહારાજ રાતે ૨.૩૦ વાગ્યે શ્રીકૃષ્ણ શરણમ‌્ સોસાયટીથી રમણરેતી સ્થિત આશ્રમ રાધા કેલી કુંજ સુધીની બે કિલોમીટરની યાત્રા પગપાળા પૂરી કરે છે અને દરેક મોસમમાં આ પદયાત્રા કરવામાં આવે છે, જેમાં હજારો ભાવિકો તેમનાં દર્શન કરવા માટે રસ્તાની બન્ને તરફ ઊભા રહે છે.

religious places vrindavan national news culture news india