08 January, 2025 12:39 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાયજ્ઞ
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં ૧૧૦૦ પૂજારીઓ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે મહાયજ્ઞ કરશે. આ સૌથી મોટા યજ્ઞકુંડનો ડ્રોન વિડિયો સામે આવ્યો છે જેમાં આ મંડપમાં ૩૨૪ કુંડ અને ૯ શિખર છે. એમાં યજ્ઞ એક મહિનો ચાલશે અને રોજ ૯ કલાક યજ્ઞ કરવામાં આવશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે પહેલાં અનેક વાર અવાજ ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો ત્યારે તેમણે એ નિર્ણયની પ્રશંસા કરી હતી. હવે તેઓ ગાયને રાષ્ટ્રીય સ્તરે આ દરજ્જો અપાવવાની માગણી કરી રહ્યા છે. આ માગણીના સમર્થનમાં આ મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.