પ્રયાગરાજમાં આવેલી વિશ્વના એકમાત્ર લેટે હનુમાન મંદિરની મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ

08 August, 2024 10:25 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

પૂજારી તેમ જ ભક્તોએ પૂજા કરી

લેટે હનુમાન તરીકે જાણીતા શ્રી બડે હનુમાનજી ટેમ્પલમાં પાણી ભરાઈ ગયાં હતાં

સંગમનગરી પ્રયાગરાજમાં દર વર્ષે ગંગા નદીમાં પૂર આવે એની રાહ જોવાતી હોય છે અને એ માટે મંદિરોમાં પૂજાપાઠ પણ થતા હોય છે. ગઈ કાલે સવારે ગંગા અને જમુના બન્ને નદીનું જળસ્તર પ્રયાગરાજમાં ખૂબ વધી ગયું હતું. શહેરના રહેણાક વિસ્તારોમાં પૂરનું પાણી નથી આવ્યું, પરંતુ લેટે હનુમાન તરીકે જાણીતા શ્રી બડે હનુમાનજી ટેમ્પલમાં પાણી ભરાઈ ગયાં હતાં.

આ દુનિયાનું એકમાત્ર મ‌ંદિર છે જ્યાં હનુમાનજી આરામ કરતી મુદ્રામાં ભક્તોને દર્શન આપે છે. આ વખતે હનુમાનજીની મૂર્તિ ગંગામાં સમાઈ ગઈ એ વાતની ખુશી મનાવવામાં આવી હતી અને ત્યાંના પૂજારીએ પાણીમાં ડૂબેલા ભગવાનની આરતી કરી હતી.

uttar pradesh national news life masala