બિહારમાં પોતાની સરકાર બન્યાના એક કલાકમાં દારૂબંધી ખતમ કરી દેવાની પ્રશાંત કિશોરની જાહેરાત

16 September, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ઑક્ટોબરે તેમના પક્ષની વિધિવત જાહેરાત થશે.

પ્રશાંત કિશોર

જન સુરાજ નામની નવી પાર્ટી બનાવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમનો પક્ષ બિહારમાં સત્તામાં આવશે તો સરકાર બન્યાના પહેલા એક કલાકમાં જ બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. બીજી ઑક્ટોબરે તેમના પક્ષની વિધિવત જાહેરાત થશે.

દારૂબંધી મુદ્દે બોલતાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘નીતીશકુમારે લાગુ કરેલી દારૂબંધીનો રાજ્યમાં કોઈ પ્રભાવ દેખાતો નથી. દારૂબંધીને કારણે ગેરકાયદે શરાબનું વેચાણ વધી ગયું છે અને રાજ્યને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની સંભવિત મહેસૂલી આવક મળતી બંધ થઈ છે. રાજનેતાઓ અને કેટલાક અધિકારીઓ ગેરકાયદે શરાબના વેપારનો લાભ ઉઠાવી રહ્યા છે. હું કાબેલિયતના રાજકારણમાં વિશ્વાસ ધરાવું છું અને દારૂબંધીના વિરોધમાં બોલતાં અચકાઈશ નહીં.’ 

national news india political news indian politics bihar