બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રશાંત કુમારે લૉન્ચ કરી જન સુરાજ પાર્ટી

03 October, 2024 08:55 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

આ પાર્ટી બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર તેના ઉમેદવાર ઊભા રાખશે.

ભૂતપૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર

ભૂતપૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ગાંધીજયંતી નિમિત્તે જન સુરાજ પાર્ટી લૉન્ચ કરીને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આ પાર્ટી બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર તેના ઉમેદવાર ઊભા રાખશે. પાર્ટીનું નેતૃત્વ નિવૃત્ત ઇન્ડિયન ફૉરેન સર્વિસ ઑફિસર મનોજ ભારતી કરશે. પ્રશાંત કિશોરે વચન આપ્યું હતું કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો બિહારમાં દારૂબંધી હટાવી દેશે અને એમાંથી મળનારી રકમનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રને સુધારવા કરશે. પાર્ટીનું સંગઠન બનાવવા છેલ્લાં બે વર્ષથી તેઓ રાજ્યનો પ્રવાસ કરતા હતા અને ગ્રાસરૂટ લેવલે જઈને લોકોને મળ્યા હતા. 

national news india bihar jan suraaj party assembly elections