31 May, 2024 11:40 AM IST | Kanniyakumari | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદીની વાઇરલ તસવીર (સૌજન્ય સોશિયલ મીડિયા)
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હવે પહેલી જૂને મતદાન થવાનું છે. છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગુરુવાર તા. 30-5-2024ની સાંજે એક ચૂંટણી પ્રચાર રેલી અને સભાનું સંબોધન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi Meditation) કન્યાકુમારી પહોંચીને ત્યાંના પ્રખ્યાત સ્વામી વિવેકાનંદ રૉક મેમોરિયલ ખાતે લગભગ 45 કલાકનું ધ્યાન એટલે કે મેડિટેશન શરૂ કર્યું છે. 30મી મેની સાંજથી પહેલી જૂન સુધી વડા પ્રધાન રૉક મેમોરિયલ ખાતેના મંડપમમાં ધ્યાન કરશે. જોકે પીએમ મોદીના મેડિટેશન કાર્યક્રમને લઈને દેશના રાજકારણમાં પણ ચર્ચા અને વિવાદ શરૂ થયા છે.
પીએમ મોદીના મેડિટેશન સાધના વચ્ચે તેમની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીની એક જૂની તસવીર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે આ તસવીર 11 ડિસેમ્બર 1991ની છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તમિલનાડુના કન્યાકુમારીથી (PM Narendra Modi Meditation) `એકતા યાત્રા`ની શરૂઆત કરી હતી. આ તસવીર મોદી આર્કાઇવ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. ભાજપની આ એકતા યાત્રાની તસવીરમાં નરેન્દ્ર મોદી સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી પણ જોવા મળી રહ્યા છે.
ભાજપની પહેલી એકતા યાત્રાની તસવીરે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી છે. આ તસવીરને શેર કરીને ‘33 વર્ષ પહેલા, વિશાળ રાષ્ટ્રીય એકતા યાત્રા કન્યાકુમારીના પ્રતિષ્ઠિત વિવેકાનંદ રૉક મેમોરિયલથી (PM Narendra Modi Meditation) શરૂ થઈ હતી, જે કાશ્મીર સુધી પહોંચી હતી. નરેન્દ્ર મોદી, ડૉ. મુરલી મનોહર જોશી સહિતના તમામ નેતાઓએ `એકતા યાત્રિક` એ અહીંથી સ્વામી વિવેકાનંદની પ્રતિમાની પરિભ્રમણ કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી યાત્રા શરૂ કરી હતી.
ડિસેમ્બર 1991માં કન્યાકુમારીથી `એકતા યાત્રા`ની શરૂઆત કરવામાં આવી હતી, તે સમયે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર જ હતા. એકતા યાત્રા દ્વારા ભારતને એકત્રિત કરવા માટે તેઓ તામિલનાડુ અને દેશના અન્ય રાજ્યોની પ્રતીકાત્મક રીતે માટી લઈને અહીં આવ્યા હતા. પીએમ મોદીની (PM Narendra Modi Meditation) આ ઐતિહાસિક યાત્રા 26 જાન્યુઆરી 1992ના રોજ કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યા બાદ સમાપ્ત થઈ હતી. આ યાત્રા 45 દિવસ સુધી ચાલી હતી અને 14 રાજ્યોમાથી પસાર થઈ હતી. આ યાત્રાના અંતિમ ચરણમાં નરેન્દ્ર મોદીએ કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો ફરકાવીને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો.
જોકે હવે, પીએમ મોદીની આ યાત્રાને લઈને હવે ઈન્ડિયા ગઠબંધનના કૉંગ્રેસ સહિતના અન્ય વિરોધી પક્ષોએ આ મુદ્દે વિરોધ કર્યો છે. તેમ જ કૉંગ્રેસ દ્વારા પીએમ મોદી સામે મતદાન પહેલા આચાર સહિતા અને 48 કલાકના મૌન અવધિનો ભંગ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ દાખલ કરી છે.