30 July, 2023 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે `મન કી બાત`ના ૧૦૩મા એપિસોડ (103 Episode of Mann Ki Baat)માં કહ્યું છે કે, “સૌનું કલ્યાણ એ જ ભારતની ભાવના અને શક્તિ છે. આનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યારે એનડીઆરએફની ટીમે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાનદાર કામ કર્યું.” તેમ જ તેમણે જણાવ્યું હતું કે, “આપણે સૌ સાથે મળીને વૃક્ષારોપણ અને પાણી બચાવવા માટે કામ કરવું જોઈએ. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં હજારો વૃક્ષો વાવવાનું અને પાણીનો સંગ્રહ કરવાનું કામ ચાલી રહ્યું છે.”
પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે, “જુલાઈ મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. છેલ્લા કેટલાક દિવસો કુદરતી આફતોને કારણે ચિંતા અને મુશ્કેલીથી ભરેલા રહ્યા છે. ઉપરાંત અનેક નદીઓમાં પૂરના કારણે લોકોને અનેક વિસ્તારોમાં હાલાકી ભોગવવી પડી હતી. યમુના વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. આ સમયનો વરસાદ `વૃક્ષારોપણ` અને `જળ સંરક્ષણ` માટે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આઝાદીના `અમૃત મહોત્સવ` દરમિયાન બનેલા 60 હજારથી વધુ અમૃત સરોવર પણ ચમક્યા હતા. તેમાં વધારો થયો છે. હાલમાં 50 હજારથી વધુ અમૃત સરોવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા પ્રયાસો કરી રહ્યા છે.”
પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે, "થોડા સમય પહેલા હું મધ્યપ્રદેશના શહડોલ ગયો હતો. ત્યાં હું પાકરિયા ગામના આદિવાસી ભાઈઓ અને બહેનોને મળ્યો હતો. તે જ સમયે, મેં પ્રકૃતિ અને પાણી બચાવવા માટે તેમની સાથે ચર્ચા કરી હતી. ત્યાં મેં તેમની સાથે પ્રકૃતિ અને પાણી બચાવવા માટે ચર્ચા પણ કરી હતી. હવે મને જાણવા મળ્યું છે કે પાકરિયા ગામના આદિવાસી ભાઈ-બહેનોએ આ અંગે કામ કરવાનું શરૂ કર્યું છે. અહીં, વહીવટીતંત્રની મદદથી લોકોએ લગભગ 100 કુવાઓને `વૉટર રિચાર્જ સિસ્ટમ`માં રૂપાંતરિત કર્યા છે.”
તેમણે કહ્યું હતું કે, “હાલ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ સદાશિવ મહાદેવની પૂજા સાથે હરિયાળી અને ખુશીઓ સાથે સંકળાયેલો છે. તેથી શ્રાવણ આધ્યાત્મિક તેમ જ સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. તેનું ઘણું મહત્વ રહ્યું છે. આ તહેવારનો મહિનો છે. આપણા આ તહેવારો અને પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવા માટે ઘણા ભક્તો કંવર યાત્રા પર જાય છે. શ્રાવણને કારણે આ દિવસોમાં 12 જ્યોતિર્લિંગમાં પણ ઘણા ભક્તો પહોંચી રહ્યાં છે."
પીએમ મોદીએ મન કી બાત (103 Episode of Mann Ki Baat)માં ઉમેર્યું કે, “તમને એ પણ જાણવું ગમશે કે બનારસ પહોંચનારા લોકોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે. હવે દર વર્ષે 10 કરોડથી વધુ પ્રવાસીઓ કાશી પહોંચી રહ્યાં છે. આવી સ્થિતિમાં મને બે અમેરિકન મિત્રો વિશે ખબર પડી જેઓ કેલિફોર્નિયાથી અમરનાથ યાત્રા કરવા આવ્યા હતા. આ વિદેશી મહેમાનોએ અમરનાથ યાત્રા સંબંધિત સ્વામી વિવેકાનંદના અનુભવો વિશે ક્યાંક સાંભળ્યું હતું. તેમાંથી તેમને એટલી પ્રેરણા મળી કે તેઓ પોતે અમરનાથ યાત્રા પર આવ્યા. તેઓ તેને ભગવાન ભોલેનાથનું વરદાન માને છે. આ ભારતની વિશેષતા છે કે તે દરેકને સ્વીકારે છે, તે દરેકને કંઈક ને કંઈક આપે છે.”