હિન્દુ મંદિર પર થયેલા હુમલા અંગે વડા પ્રધાન મોદીએ કાઢી કેનેડાની ઝાટકણી કહ્યું...

04 November, 2024 09:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

PM Narendra Modi Slams Canada’s Trudeau Government: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટ્વિટ કર્યું કે, `હું કેનેડામાં હિન્દુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડો (ફાઇલ તસવીર)

ભારત અને કેનેડા વચ્ચે તણાવ અને સંઘર્ષ સતત વધતો દેખાઈ રહ્યો છે. બન્ને દેશો વચ્ચે વધી રહેલા આ વાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેનેડામાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાની આતંકવાદીઓ (PM Narendra Modi Slams Canada’s Trudeau Government) દ્વારા કરવામાં આવેલા હુમલાની કડક નિંદા કરી છે અને કેનેડાને ચેતવણી પણ આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની (PM Narendra Modi Slams Canada’s Trudeau Government) નિંદા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટ્વિટ કર્યું કે, `હું કેનેડામાં હિન્દુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાની આવી ઘટનાઓ ક્યારેય ભારતના સંકલ્પને કમજોર નહીં કરે. પીએમ મોદીએ આગળ લખ્યું, `અમે આશા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાનું શાસન જાળવી રાખે.` પીએમ મોદીએ વિશ્વભરના ભારતીયો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. કેનેડા વિવાદ બાદ પીએમ મોદીનું આ પ્રથમ નિવેદન છે. પીએમ મોદીનું આ નિવેદન ઘણું મહત્ત્વનું છે.

શું છે આખી ઘટના?

કેનેડાના બ્રામ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની (PM Narendra Modi Slams Canada’s Trudeau Government) ઝંડા હતા. તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. મંદિરના ભક્તો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સમયે પરિસરમાં મહિલાઓ અને બાળકો પણ હાજર હતા. અહેવાલો અનુસાર મંદિરમાં હાજર મહિલાઓ અને બાળકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ તંગ બની ગયા બાદ સ્થાનિક પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સુરક્ષા દળોને તહેનાત કર્યા હતા. પોલીસે ખાતરી આપી છે કે કોઈપણ પ્રકારની હિંસાને રોકવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ આ ઘટનાની નિંદા કરી છે.

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ (PM Narendra Modi Slams Canada’s Trudeau Government) ઉગ્રવાદીઓ દ્વારા મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. ધાર્મિક સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂકતા ટ્રુડોએ કહ્યું કે દરેક કેનેડિયનને મુક્તપણે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. તેમણે એક્સ પર લખ્યું હતું કે, ‘બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. સમુદાયનું રક્ષણ કરવા અને આ ઘટનાની તપાસ કરવા માટે ઝડપથી પ્રતિસાદ આપવા બદલ પીલ પ્રાદેશિક પોલીસનો આભાર.’

આ પહેલા કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવર (Pierre Poilievre)એ હિન્દુ સભા મંદિર પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા થયેલા હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, ‘આપણો દેશ હિન્દુઓની રક્ષા (PM Narendra Modi Slams Canada’s Trudeau Government) કરવામાં સક્ષમ નથી.’ પોઈલીવરે વધુમાં જણાવ્યું હતું કે, ‘રૂઢિચુસ્તોએ હુમલાની નિંદા કરી અને લોકોને એક થવાનું અને અંધેરનો અંત લાવવાનું વચન આપ્યું.’

narendra modi justin trudeau canada hinduism khalistan international news national news new delhi