27 June, 2023 12:37 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના ફ્લેગ ઓફ સમારોહમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો (તસવીર : એએનઆઈ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે મધ્યપ્રદેશ (Madhyapradesh)ના પ્રવાસે છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલ (Bhopal)માં પાંચ નવી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)ને લીલી ઝંડી બતાવી હતી. દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી આ સિવાય પણ અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.
નરેન્દ્ર મોદીએ આજેએ ભોપાલથી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ (Rani Kamalapati Jabalpur Vande Bharat Express), ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ (Khajuraho-Bhopal-Indore Vande Bharat Express), મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ (Madgaon (Goa)-Mumbai Vande Bharat Express), ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ (Dharwad-Bengaluru Vande Bharat Express) અને હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસ (Hatia-Patna Vande Bharat)ને ફ્લેગ ઑફ કરી છે. રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સિવાય બાકીની ચાર ટ્રેનોને વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ સાથે ત્રણ રાજ્યો ગોવા (Goa), બિહાર (Bihar) અને ઝારખંડ (Jharkhand)ને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી.
આ સાથે જ મધ્યપ્રદેશને એક સાથે બે વંદે ભારત ટ્રેન મળી. રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારને રાજધાની ભોપાલ સાથે જોડશે. તે રાજ્યના અનેક પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. જેમાં ભેડાઘાટ, પંચમઢી અને સાતપુરાનો સમાવેશ થાય છે. એ જ રીતે ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ રાજ્યના માલવા અને બુંદેલખંડને રાજધાની ભોપાલ સાથે જોડશે. મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો અને પન્ના જતા મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. હાલમાં આ રૂટ પર દોડતી ટ્રેનો કરતાં વંદે ભારત એક્સપ્રેસ અઢી કલાક વધુ ઝડપથી પહોંચશે.
આજે ઉદ્ઘાટન કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે જ ગોવાને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળી છે. મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે. હાલમાં આ રૂટ પર દોડતી ટ્રેનો કરતાં વંદે ભારત એક્સપ્રેસ એક કલાક ઓછો સમય લેશે.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશમાં છે. જ્યાં તેમણે પાંચ વંદે ભારત ટ્રેન ફ્લેગ ઑફ કરી છે. આ સિવાય વડાપ્રધાન મોદી ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમથી `મેરા બૂથ, સબસે મજબૂત` અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન હેઠળ તેમણે દસ લાખ બૂથ પર વર્ચ્યુઅલ રીતે દેશભરના ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા. દિવસ દરમિયાનના તેમના કાર્યક્રમની વાત કરીએ તો, વડાપ્રધાન બપોરે ત્રણ વાગ્યે શાહડોલમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ રાણી દુર્ગાવતીનું સન્માન કરશે, સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરશે અને આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે.. વડાપ્રધાન લગભગ સાંજે પાંચ વાગ્યે શાહડોલ જિલ્લાના પાકરિયા ગામમાં જશે.