midday

મસ્ક સહિતની હસ્તીઓ સાથે મોદીની મુલાકાત

21 June, 2023 12:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન આ પહેલાં ૨૦૧૫માં કૅલિફૉર્નિયામાં ટેસ્લા મોટર્સની ફૅક્ટરીની વિઝિટ દરમ્યાન ઇલૉન મસ્કને મળ્યા હતા.  
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ વિઝિટને લઈને મૂળ ભારતીયો તેમ જ પૉલિટિશ્યન્સમાં જ નહીં પરંતુ આ સુપરપાવર દેશની સુપર હસ્તીઓમાં પણ ક્રેઝ છે. તેમની સાથે મુલાકાત કરનારાઓના લિસ્ટમાં ટેસ્લા અને ટ‍્વિટરના બૉસ ઇલૉન મસ્ક, ઍસ્ટ્રોફિઝિસિસ્ટ અને લેખક નીલ ડીગ્રાસે ટાયસન અને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી પૉલ રોમેર સહિત જુદા-જુદા ક્ષેત્રોના વિચારકો અને હસ્તીઓ સામેલ છે. મોદી અમેરિકા પહોંચીને લેખક નિકોલસ નસીમ તલેબ, ઇન્વેસ્ટર રે ડેલિયો, ફાલુ શાહ, જેફ સ્મિથ, માઇકલ ફ્રોમૅન, ડૅનિયલ રસેલ, એલબ્રિજ કોલ્બી, પીટર અગ્રે, સ્ટીફન ક્લસ્કો અને ચન્દ્રિકા ટંડનને મળવાના છે. 
વડા પ્રધાન આ પહેલાં ૨૦૧૫માં કૅલિફૉર્નિયામાં ટેસ્લા મોટર્સની ફૅક્ટરીની વિઝિટ દરમ્યાન ઇલૉન મસ્કને મળ્યા હતા.  
વડા પ્રધાનની મસ્ક સાથેની મીટિંગનું ટાઇમિંગ પણ નોંધપાત્ર છે, કેમ કે ટેસ્લા અત્યારે ઇન્ડિયામાં એની ફૅક્ટરી માટે લોકેશન શોધી રહ્યું છે. વૉલ સ્ટ્રીટ જર્નલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં મસ્કને પૂછવામાં આવ્યું હતું કે ટેસ્લાને ઇન્ડિયન માર્કેટમાં રસ છે તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘બિલકુલ.’

Whatsapp-channel
elon musk narendra modi united states of america washington national news