23 May, 2023 05:54 PM IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દ્વિદિવસીય ઑસ્ટ્રેલિયાના (Australia) પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ઑસ્ટ્રેલિયાએ કોઈ કસર બાકી રાખી નથી પીએમ મોદી સિડનીના કુડોસ બૅન્ક એરિનામાં પહોંચ્યા જ્યાં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝે હુંફ સાથે તેમનું સ્વાગત કર્યું. સિડનીના આ સ્ટેડિયમમાં પીએમ મોદીએ 20 હજારથી વધારે ભારતીયોને સંબોધિત કર્યા.
આ સંબોધન પહેલા વૈદિક મંત્રોચ્ચાર અને ગણપતિ બાપ્પા મોર્યાના નારાઓથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત દરમિયાન એક વસ્તુ, જેણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે ઑસ્ટ્રેલિયામાં મહેમાનોના પારંપરિક સ્વાગત જેને `સ્મોકિંગ સેરેમની` કહેવાય છે. પીએમ મોદીનું આ `સ્મોકિંગ સેરેમની` દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
સ્મોકિંગ સેરેમની દરમિયાન પીએમ મોદી ઑસ્ટ્રેલિયન પીએમ એલ્બનીઝ સાથે સ્થાનિક છોડના પાનનો ધુમાડો લેતા જોવા મળ્યા.
આખરે શું છે સ્મોકિંગ સેરેમની?
સ્મોકિંગ સેરેમની ઑસ્ટ્રેલિયાનું એક પારંપરિક રિવાજ છે જેમાં સ્થાનિક છોડના પાંદડાંથી ધુમાડો આપવામાં આવે છે. આ હર્બલ ધૂમાડાને લઈને એવી માન્યતા છે કે આથી આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ થાય છે. એવી માન્યતા છે કે સ્મોકિંગ સેરેમનીથી ખરાબ આત્માઓને દૂર કરી શકાય છે.
પહેલા આ બાળકના જન્મ કે દીક્ષા, ધાર્મિક કાર્યક્રમોના સમયે કરવામાં આવતું હતું. હવે વિદેશી મહેમાનોના સ્વાગત દરમિયાન પણ સ્મોકિંગ સેરેમની કરવામાં આવે છે. આ સેરેમનીને ઘણીવાર આદિવાસી સમુદાયના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવે છે.
સિડનીમાં ભારતીયોને શું કહ્યું મોદીએ?
પીએમ મોદીએ ભારતીયોને પોતાના સંબોધનમાં કહ્યું કે મેં 2014માં તમને જે વાયદો કર્યો હતો, તે નિભાવી રહ્યો છું. તેમણે કહ્યું, "હું જ્યારે 2014માં આવ્યો હતો ત્યારે તમને જે વાયદો કર્યો હતો કે તમારે ભારતના વડાપ્રધાનની 28 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે. આજે હું તમારી સામે હાજર છું. હું એકલો નથી આવ્યો, ઑસ્ટ્રેલિયાના પીએમને સાથે લઈને આવ્યો છું. તમે (PM એલ્બનીઝ)એ પોતાના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢ્યો, આ ભારતીયો પ્રત્યે તમારા સ્નેહને બતાવે છે."
પીએમ મોદીએ બન્ને દેશોના સાંસ્કૃતિક જોડાણ પર વાત કરતા કહ્યું, "આપણને ક્રિકેટ વર્ષોથી જોડી રહ્યું છે પણ હવે આપણે ટેનિસ અને ફિલ્મો પણ જોડી રહી છે. ભલે આપણા ખાવાની રીત જુદી-જુદી હોય પણ હવે આપણને માસ્ટર શેફ જોડી રહ્યું છે. ભારતની આ વિવિધતાને ઑસ્ટ્રેલિયાએ દિલથી સ્વીકાર્યા છે. આ જ કારણ છે કે સિટી ઑફ પરરામટ્ટા (ઑસ્ટ્રેલિયાની એક જગ્યા) પરમાત્મા ચોક બની જાય છે."
આ પણ વાંચો : લગ્ન મંડપમાંથી ભાગ્યો દુલ્હો, 20 કિમી દૂરથી પકડી લાવી દુલ્હન અને પછી થયું આમ...
પીએમ મોદીએ લખનઉની ચાટ અને જયપુરની જલેબીનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં લખનઉની ચાટ અને જયપુરની જલેબીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "હેરિશ પાર્કની ચાટ, જયપુર સ્ટ્રીટની જલેબી, તેનો તો કોઈ જવાબ નથી. તમે ક્યારેક મારા મિત્ર એન્થની એલ્બનીઝને ત્યાં લઈ જાઓ. જ્યારે ખાવાની વાત ચાલી છે તો લખનઉનું નામ આવવું સ્વાભાવિક છે. મને ખબર પડી છે કે સિડની પાસે લખનઉ નામની એક જગ્યા છે, પણ મને નથી ખબર કે ત્યાં ચાટ મળે છે કે નહીં."