ડ્રામા નહીં, કામ કરનાર વિપક્ષ જોઈએ: PM મોદીએ લોકસભાના પ્રથમ સત્રમાં કાઢી ઝાટકણી

24 June, 2024 05:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

PM Narendra Modi at 18th Lok Sabha: આજે સંસદ ભવનમાં પીએમ મોદી સહિત એનડીએના દરેક ચૂંટાયેલા સાંસદોએ શપથ લઈને સત્રની શરૂઆત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય: મિડ-ડે)

સાંસદ ભવનમાં આજથી 18મી લોકસભાના પ્રથમ સત્રની (PM Narendra Modi at 18th Lok Sabha) શરૂઆત થઈ ગઈ છે. આજે સંસદ ભવનમાં વડા પ્રધાન મોદી સહિત એનડીએના દરેક ચૂંટાયેલા સાંસદોએ શપથ લઈને સત્રની શરૂઆત કરી હતી. આ સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી લોકસભાની પ્રથમ સત્રની શરૂઆતમાં પહેલાં જવાબદાર વિપક્ષની માગણી કરી હતી. તેમણે કહ્યું “ભારતને જવાબદાર વિપક્ષની જરૂર છે. લોકોને સૂત્રોચ્ચાર નહીં પણ કોઈ મુદ્દે ચર્ચા ઇચ્છે છે. લોકો સંસદમાં ખલેલ નહીં, ચર્ચા અને ખંત ઇચ્છે છે."

નવા ચૂંટાયેલા સાંસદ સભ્યોનું સ્વાગત કરતા, પીએમ મોદીએ આ દિવસે ભારતના લોકશાહીના પ્રવાસને એક મીઠો પથ કહીને વખાણ કર્યા હતો. વારાણસીના સાંસદ તરીકે, પીએમ મોદીએ વર્તમાન સત્રના મહત્ત્વ પર ભાર મૂક્યો, જેમાં વિકસિત ભારતના વિઝન તરફ ભારતને પ્રેરિત કરવાનો સંકેત (PM Narendra Modi at 18th Lok Sabha) પણ તેમણે આપ્યો હતો. હાલમાં યોજાયેલી 2024ની લોકસભાની ચૂંટણીના મહત્ત્વ પર ચિંતન કરતાં, પીએમ મોદીએ નોંધ્યું, "ભારતે વિશ્વની સૌથી મોટી ચૂંટણી જોઈ, જે મહા જશ્ન સાથે પૂરી થઈ, જે ગૌરવનો ક્ષણ છે. આ ચૂંટણી ખાસ કરીને નોંધપાત્ર હતી કારણ કે સ્વતંત્રતા પછી બીજી વાર એક સરકાર સતત ત્રીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાઈને આવી છે."

વડા પ્રધાને 25મી જૂનના ઇમર્જન્સીના 50માં વર્ષગાંઠ પર પણ ધ્યાન ખેંચ્યું અને કહ્યું “ઇમર્જન્સીનો કાળ ભારતના લોકશાહી પર એક કાળો દાગ હતો. આ સમય દરમિયાન દેશના બંધારણને અવગણવામાં આવ્યું હતું. "કાલે 25 જૂન છે. ભારતના બંધારણ અને લોકશાહી (PM Narendra Modi at 18th Lok Sabha) પરંપરાનું ગૌરવ જાળવી રાખનાર સમર્પિત લોકો આ દિવસ ક્યારેય ભૂલાઈ શકે તેવો નથી. તેમણે જણાવ્યું કે, ભારતીય લોકશાહીના કાળા સમય પછીના 50 વર્ષ પૂરા થયા છે. આ સમયે બંધારણને નકારવામાં આવ્યું હતું, નાશ કરવામાં આવ્યું હતું, અને ઇમર્જન્સીની ઘોષણા કરી દેશને જેલમાં ફેરવવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ દેશમાં તેમની સરકારના સમર્પણનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, "હું લોકોને વિશ્વાસ આપું છું કે એનડીએ સરકાર તેના ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણાં મહેનત કરીને ત્રણ ગણાં વધારે પ્રદાન કરશે." પીએમ મોદીએ યુવા સાંસદ સભ્યોની (PM Narendra Modi at 18th Lok Sabha) મહત્ત્વપૂર્ણ હાજરીને પણ માન્યતા આપી, અને રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવાની તેમની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રથમ સત્ર, જે ત્રીજી જુલાઈ સુધી ચાલશે, તેમાં પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટેની યોજનાઓની ઝલક જોવા મળવાની છે. આ સાથે વિપક્ષના નેતાનું  પદ 2014ની ચૂંટણીથી ખાલી જ રહ્યું છે. આ સત્રમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સત્તાવાર નિયુક્ત થાય એવી પણ અપેક્ષા છે.

narendra modi rahul gandhi Lok Sabha Lok Sabha Election 2024 parliament national news new delhi