વિરોધીઓ જાતિના આધારે લોકોમાં ભાગલા પડાવવાનું પાપ આજેય કરી રહ્યા છે : મોદી

03 October, 2023 09:50 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

બિહાર સરકારના જાતિ-આધારિત સર્વેની વડા પ્રધાને કરી ટીકા. રિપોર્ટ મુજબ રાજ્યમાં ઓબીસી-ઈસીબીની સંખ્યા ૬૩ ટકા, મુસ્લિમો ૧૭.૭ ટકા તો એક ટકા નાસ્તિકો પણ

જાતિ-સર્વેક્ષણ વિશે પટનામાં ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતા બિહારના મુખ્ય પ્રધાન ​નીતીશ કુમાર

સુપ્રીમ કોર્ટમાં વિવાદ બાદ બિહારમાં આખરે નીતીશ કુમારની સરકારે સોમવારના રોજ કાગદોળે રાહ જોવાતાં જાતિ-સર્વેક્ષણ પરથી પડદો ઉઠાવ્યો હતો, જેમાં ઓબીસી અને ઈબીસીએ આખા રાજ્યની વસ્તીમાંથી ૬૩ ટકાના મોટા માર્જિન સાથે હિસ્સો ધરાવ્યો છે. ડેવલપમેન્ટ કમિશનર વિવેક સિંહે જાહેર કરેલી માહિતી પ્રમાણે રાજ્યની કુલ વસ્તી ૧૩.૦૭ કરોડથી થોડી વધારે ગણવામાં આવી છે, જેમાંથી ખૂબ જ પછાત કહી શકાય એવા વર્ગનો હિસ્સો ૩૬ ટકા છે જે બીજા અન્ય પછાત વર્ગોના ૨૭.૧૩ ટકાથી વધુ છે. સર્વેમાં એ પણ દર્શાવાયું છે કે યાદવો જે ઓબીસી જૂથવર્ગ છે એ કુલ વસ્તીના ૧૪.૨૭ ટકા હિસ્સો ધરાવે છે. દલિતોને પણ શેડ્યુલ કાસ્ટ (એસસી) તરીકે ગણવામાં આવે છે, તેમની ગણતરી રાજ્યની કુલ વસ્તીના ૧૯.૬૫ ટકા થઈ છે, એ પણ શેડ્યુલ ટ્રાઇબ્સના ૨૨ લાખના અંક (૧.૬૮ ટકા)ની નજીક છે. રાજકારણમાં પ્રભુત્વ ધરાવનાર ઉચ્ચ જ્ઞાતિઓ કુલ વસ્તીના ૧૫.૫૨ ટકા છે. સર્વેક્ષણ એ પણ પ્રસ્થાપિત કરે છે કે રાજ્યની વસ્તીમાં વધુ હિન્દુ છે, જેમાં બહુમતી સમુદાય કુલ વસ્તીના ૮૧.૯૯ ટકા છે, ત્યાર બાદ મુસ્લિમો (૧૭.૭૦ ટકા) છે. ખ્રિસ્તીઓ, શીખો, જૈનો અને અન્ય ધર્મોને અનુસરનારાઓ તેમ જ નાસ્તિકો પણ એક નાનકડો હિસ્સો ધરાવે છે જે કુલ વસ્તીના એક ટકા કરતાં પણ ઓછા છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક રૅલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જાતિ-આધારિત સર્વેની ટીકા કરતાં કહ્યું હતું કે ‘વિકાસનો વિરોધ કરનારાઓ પહેલાં પણ ગરીબોની ભાવનાઓ સાથે રમતા હતા અને આજે પણ રમે છે. તેઓ અગાઉ પણ જાતિને આધારે લોકોમાં ભાગલા પાડતા હતા અને આજે પણ આ જ પાપ કરી રહ્યા છે.’  આરજેડી-પ્રમુખ લાલુ પ્રસાદ જેઓ કુમારના સાથી તેમ જ તેમના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવના પિતા છે તેમણે પણ એક નિવેદન જાહેર કર્યું કે આ કવાયત રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી માટે સૂર સેટ કરશે જે અમે જ્યારે આગામી કેન્દ્રમાં સરકાર બનાવીશું ત્યારે હાથ ધરવામાં આવશે. છેલ્લે ૧૯૩૧માં તમામ જાતિઓની મુખ્ય ગણતરી હાથ ધરવામાં આવી હતી. 

જાતિ-આધારિત ગણતરી બિહારના ગરીબ લોકોમાં ભ્રમ ફેલાવવા સિવાય બીજું કંઈ નથી. નીતીશ કુમારે ૧૫ વર્ષના અને લાલુ યાદવે ૧૮ વર્ષના કાર્યકાળનો રિપોર્ટ આપવો જોઈતો હતો. : ગિરિરાજ સિંહ, કેન્દ્રીય પ્રધાન

bihar narendra modi congress bharatiya janata party patna nitish kumar national news