18 September, 2023 07:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૭૩ કિલોની કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી (તસવીર : જનક પટેલ)
જુદી-જુદી પાર્ટીઓના પૉલિટિશ્યન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે તેમના ૭૩મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. બીજેપીનો આકરો વિરોધ કરી રહેલા વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાના લીડર્સે પણ ગઈ કાલે સવારે પીએમને શુભેચ્છા પાઠવી હતી.
વારાણસીમાં મોદીના ૭૩મા જન્મદિવસે કાશી વિશ્વનાથ મંદિરમાં એક વિશાળ લાડુ બનાવાયો હતો
સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છા
૧) પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ.
રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના એમપી
૨) પીએમ નરેન્દ્ર મોદીજીને તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. તેમને સારું સ્વાસ્થ્ય અને લાંબું આયુષ્ય મળે એવી શુભેચ્છા.
મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના અધ્યક્ષ
૩) માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તેમના આરોગ્ય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના.
નીતીશકુમાર, બિહારના મુખ્ય પ્રધાન
૪) મોદીજીમાં નેતૃત્ત્વ, સંવેદનશીલતા અને પરિશ્રમનું રૅર કૉમ્બિનેશન જોવા મળે છે. પીએમ મોદીજીએ દેશનો વિચારવાનો સ્કેલ અને સાઇઝને બદલ્યાં છે, કોરોનાની વૅક્સિન બનાવવાની હોય કે ચન્દ્રયાન-3ની સફળતા, આજે આપણો તિરંગો સમગ્ર વિશ્વમાં શાનથી લહેરાય છે.
અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન
૫) પીએમ નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે દૂરંદેશી અને મજબૂત લીડરશિપથી પીએમ ‘અમૃતકાળ’માં ભારતના સમગ્ર વિકાસનો માર્ગ તૈયાર કરે.
દ્રૌપદી મુર્મુ, રાષ્ટ્રપતિ
પીએમ તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યાં હતાં. એમાં ધ્વજાપૂજા, આયુષ્ય મંત્રજાપ, મહાદેવની મહાપૂજા, ૭૩ કિલો લાડુનો ભોગ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોદીએ બર્થ-ડે પર મેટ્રોમાં મુસાફરી કરી, પૅસેન્જર્સ સાથે સેલ્ફી ક્લિક કરી
નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ કન્વેન્શન ઍન્ડ એક્સ્પો સેન્ટરના ઉદ્ઘાટન માટે જવા વડા પ્રધાને ગઈ કાલે મેટ્રોમાં મુસાફરી કરી હતી (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હી મેટ્રોની ઍરપોર્ટ લાઇનના એક્સટેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. જેનું ફાઇનલ ડેસ્ટિનેશન યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સ્ટેશન છે. ઉદ્ઘાટન પહેલાં મોદી ધૌલા કૌન સ્ટેશનથી મેટ્રોમાં બેઠા હતા અને યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશન ગયા હતા. એ રાઇડ દરમ્યાન તેમણે અનેક પૅસેન્જર્સ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી. ગઈ કાલે પીએમ ૭૩ વર્ષના થયા ત્યારે મેટ્રોમાં પૅસેન્જર્સ તાળી પાડીને ‘હૅપી બર્થ-ડે મોદીજી’ ગાતા હતા. પીએમ મોદીએ તેમને વિશ કરવા આવેલાં બાળકોને ચૉકલેટ આપી હતી.