`દરેક નિર્ણય લોકોના જીવનને બહેતર બનાવવા માટે લીધો..` BJP સરકારના 9 વર્ષ પર PM

30 May, 2023 02:44 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા પાર્ટીએ (BJP) આજથી દેશમાં મોટા પાયે શરૂ થનારા `વિશેષ સંપર્ક અભિયાન` ચલાવવાની યોજના ઘડવામાં આવી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે દેશે છેલ્લા નવ વર્ષોમાં `રાષ્ટ્ર પહેલા`ના મંત્ર સાથે દરેક ક્ષેત્રમાં `અભૂતપૂર્વ` વિકાસ જોયો છે.

ફાઈલ તસવીર

ભારતીય જનતા પાર્ટીએ (BJP) આજથી દેશમાં મોટા પાયે શરૂ થનારા `વિશેષ સંપર્ક અભિયાન` ચલાવવાની યોજના ઘડવામાં આવી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે દેશે છેલ્લા નવ વર્ષોમાં `રાષ્ટ્ર પહેલા`ના મંત્ર સાથે દરેક ક્ષેત્રમાં `અભૂતપૂર્વ` વિકાસ જોયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ પોતાની સરકારના નવ વર્ષ પૂરા થવા પર એક ટ્વીટ (Tweet) કર્યું છે. પીએમ મોદીએ આને નવ વર્ષની સેવા જાહેર કરતા કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો `લોકોના જીવનને બહેતર બનાવવા` માટે લીધા હતા. "આજે, જ્યારે અમે રાષ્ટ્રની સેવાના નવ વર્ષ પૂરા કરી રહ્યા છીએ, તો હું વિનમ્રતા અને કૃતજ્ઞતાથી ભરાયો છું. દરેક નિર્ણય, દરેક કાર્યવાહી, લોકોના જીવનને બહેતર બનાવવાની ઈચ્છાથી નિર્દેશિત થાય છે. અમે હજી પણ મુશ્કેલ કામ કરતા રહીશું. એક વિકસિત ભારતનું નિર્માણ કરીશું." પીએમએ આની સાથે જ #9yearsofseva, હેશટૅગ આપ્યો છે.

ભાજપે આજથી શરૂ થનારા દેશભરમાં મોટા પાયે `વિશેષ સંપર્ક અભિયાન` ચલાવવાની યોજના ઘડી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે દેશે છેલ્લા નવ વર્ષોમાં `રાષ્ટ્ર પહેલા`ના મંત્ર સાથે દરેક ક્ષેત્રમાં `અભૂતપૂર્વ` વિકાસ જોયો છે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ચોમુખી વિકાસના કારણ હતા કે વિશ્વના પ્રમુખ અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોનું માનવું છે કે `21મી સદી ભારતની છે.` વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું.

આ પણ વાંચો : Vande Bharat: નૉર્થ ઈસ્ટને મળી પહેલી ટ્રેનની ભેટ, PM મોદીએ બતાવી લીલી ઝંડી

તેમણે નવા ભવનને `લોકતંત્રનું મંદિર` જણાવ્યું અને આના નિર્માણમાં સામેલ કેટલાક શ્રમિકોને સન્માનિત પણ કર્યા. નરેન્દ્ર મોદીએ 26 મે, 2014માં પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે 30 મે, 2019ના રોજ બીજા કાર્યકાળ માટે આ પદના શપથ ગ્રહણ કર્યા.

national news parliament bharatiya janata party narendra modi twitter