PM Modi US Visit:ત્રિરંગાની થીમ સાથે જીલ બાઈડને પીએમ મોદીને પીરસી જાત-જાતની વાનગીઓ

22 June, 2023 03:43 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી (PM Narendra Modi)નું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમના માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડન(Jill Biden)એ ખાસ તૈયારીઓ કરી હતી.જાણો ડિનરમાં શું શું હતું ખાસ....

તસવીર: ટ્વિટર

પીએમ મોદી (PM Narendra Modi)નું અમેરિકા(PM Modi US Visit)પહોંચી ગયા છે. યુએસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બુધવારે રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden)અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડને (Jill Biden)PM મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતુ. તેનું મેનુ પણ સામે આવી ગયું છે. એવું કહેવામાં આવ્યું છે કે જીલ બાઈડને (Jill Biden)પોતે જ પીએમ માટે રાત્રિભોજન તૈયાર કરવામાં રસોઇયાની મદદ કરી હતી.

રાત્રિભોજન માટે આ મેનુ હતું

 મેનુ કોણે તૈયાર કર્યું?

યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડન (Jill Biden)એ ગેસ્ટ શેફ નીના કર્ટિસ સાથે ડિનરની તૈયારીમાં મદદ કરી. વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમર ફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુસી મોરિસને વડાપ્રધાન માટે ડિનર મેનૂ તૈયાર કર્યું હતું.

રાત્રિભોજન પછી સંગીત કાર્યક્રમ

રાત્રિભોજન પછી પીએમ મોદી (PM Narendra Modi)અને રાષ્ટ્રપતિ-પ્રથમ મહિલાએ એકસાથે ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલનું પર્ફોમન્સ એકસાથે જોયું. આ પછી પેન્સિલવેનિયા યુનિવર્સિટીના એક જૂથે ભારતીય સંગીત સાથે જીલ બાઈડન (Jill Biden)એ સંસ્મરણો વાગોળ્યા.વ્હાઇટ હાઉસના સાઉથ લેનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન સ્થળને ત્રિરંગા થીમથી શણગારવામાં આવ્યું હતું. ડાઇનિંગ પેવેલિયન લીલા રંગમાં શણગારવામાં આવ્યું હતું. એક જ ટેબલ પર કેસરી રંગના ફૂલો મૂકવામાં આવ્યા હતા.

ગેસ્ટ શેફે આ વાત કહી

ગેસ્ટ શેફ નીના કર્ટિસે કહ્યું કે હું પીએમ મોદી (PM Narendra Modi)ની મુલાકાત માટે ખૂબ જ આતુર છું. પીએમ મોદી ઈન્ટરનેશનલ મિલેટ યરની ઉજવણીના પ્રયાસો કરી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને ડિનરમાં ખાસ મેરીનેટેડ બાજરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રવાસના છેલ્લા દિવસે કમલા હેરિસ અને બ્લિંકન સાથે લંચ

23 જૂને પીએમ મોદી (PM Narendra Modi) યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે યુએસ સરકાર દ્વારા આયોજિત લંચ ઇવેન્ટમાં પણ હાજરી આપશે. પીએમ મોદી વોશિંગ્ટન ડીસીમાં લાફાયેટ સ્ક્વેર પાર્કમાં ભારતીય મૂળના લોકોને મળશે. આ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. તે જ દિવસે પીએમ મોદી રોનાલ્ડ રીગન બિલ્ડિંગમાં ભારતીય મૂળના લોકો સાથે ડિનર પણ કરશે.

narendra modi national news united states of america joe biden