08 November, 2022 07:42 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય પીટીઆઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર (8 નવેમ્બર)ના રોજ વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ભારતના G-20 પ્રેસીડેન્સીના લોગો, થીમ અને વેબસાઈટનું અનાવરણ કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 1 ડિસેમ્બરથી ભારત G-20ની અધ્યક્ષતા કરશે. ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે. આથી આજે આ સમિટની વેબસાઈટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યા છે. આ અવસરે હું બધા દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોગોમાં કમળનું ફૂલ પૌરાણિક ધરોહરને વ્યક્ત કરે છે.
PMએ કહ્યું કે G-20 એવા દેશોનો સમૂહ છે, જેનું આર્થિક સામર્થ્ય, વિશ્વની 85 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. G-20 તે 20 દેશોનો સમૂહ છે, જે વિશ્વના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારત હવે આ G 20 સમૂહનું નેતૃત્વ કરશે, આની અધ્યક્ષતા કરશે.
"વસુધૈવ કુટુમ્બકમનું પ્રતિનિધિત્વ કરે છે લોગો"
વડાપ્રધાને કહ્યું કે G-20 ઇન્ડિયાનો લોગો `વસુધૈવ કુટુમ્બકમ`નું પ્રતિનિધિત્વ કરે છે. G-20નો આ લોગો માત્ર એક પ્રતીક ચિહ્ન જ નહીં પણ એક સંદેશ છે, એક ભાવના છે, જે આપણી લોહીમાં વહે છે. આ એક સંકલ્પ છે જે આપણાં વિચારમાં સામેલ છે. આ લોગો અને થીમ દ્વારા અમે એક સંદેશ આપ્યો છે. યુદ્ધમાંથી મુક્તિ માટે બુદ્ધના જે સંદેશ છે જે હિંસાના પ્રતિરોધમાં મહાત્મા ગાંધીના જે સમાધાન છે. G-20 દ્વારા ભારત તેમની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી આપતો રહે. G-20 લોગોમાં કમળનું પ્રતીક આશાનું પ્રતિનિધિત્વ કરે છે.
પીએમ મોદીએ બીજું શું કહ્યું?
તેમણે આગળ કહ્યું કે આજે જ્યારે ભારત G-20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે તો આ આયોજન આપણે માટે 130 કરોડ ભારતીયોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ છે. આજે વિશ્વ સારવારની જગ્યાએ આરોગ્યની શોધમાં છે. આપણું આયુર્વેદ, આપણા યોગ, જેને લઈને વિશ્વમાં એક નવો ઉત્સાહ અને વિશ્વાસ છે. આપણે તેના વિસ્તાર માટે એક વૈશ્વિક વ્યવસ્થા બનાવી શકીએ છીએ.
આ પણ વાંચો : લાલ કૃષ્ણ અડવાણીના જન્મદિવસે PM મોદીએ ઘરે પહોંચી આપી વધામણી, રાજનાથ સિંહ પણ સાથે
"અમારો પ્રયત્ન છે વન વર્લ્ડનો"
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે અમારો પ્રયત્ન રહેશે કે વિશ્વમાં કોઈપણ ફર્સ્ટ વર્લ્ડ કે થર્ડ વર્લ્ડ ન હોય, પણ માત્ર વન વર્લ્ડ હોય. ભારતતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડના મંત્ર સાથે વિશ્વમાં અક્ષય ઉર્જા ક્રાંતિનું આહ્વાન કર્યું છે. ભારતે વન અર્થ, વન હેલ્થના મંત્રની સાથે વૈશ્વિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.